પ્રતિનિધી ગોધરા તા.14
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મિશન ક્લસ્ટર ગુસરમાં મોટી કાટડી ગામ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના બીટીએમ વિશાલ શાહ, એટીએમ અલ્પેશ રાઠોડ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ટીપીએમ હાર્દિકકુમાર વણકર દ્વારા પ્રાકૃતિક કૃષિની વિસ્તૃત માહિતી આપી, પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત બીજામૃત આચ્છાદન વાફસા મિશ્ર પાક પદ્ધતિ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિત્તે સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવી તેમજ સ્વદેશીને પ્રાધાન્ય આપવા માટેની શપથ લેવડાવી હતી. આ પ્રોગ્રામમાં સરપંચ સંજયભાઈ પારગી, સીઆરપી અમરસિંહ કલાસવા અને પ્રગતિશીલ ખેડૂત અખમસિંહ કટારા, કુમુદચંદ્ર વરિયા તેમજ 50થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.