Vadodara

ગોત્રી મેડિકલ કોલેજની ફાયર સેફ્ટી સિસ્ટમ નાદુરસ્ત



વડોદરા: રાજકોટ TRP અગ્નિ કાંડ બાદ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને શહે માં ફાયર વિભાગ અને પાલિકા તંત્રના અધિકારીઓ ફાયર સેફ્ટી ને લઈ ને તપાસ હાથ ધરી જ્યા પણ ફાયર સેફ્ટી નો અભાવ જણાઈ આવે ત્યાં તુરત કાર્યવાહી કરવા જેતે ખાનગી સંસ્થા કે સરકારી અર્ધ સરકારી કચેરી માં નોટિસ બજાવી ને ફાયર સેફ્ટી ની સિસ્ટમ ની વ્યવસ્થા કરવા જણાવે છે. TRP અગ્નિ કાંડ જેવી ઘટના ના બને ત્યારે વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ માં ફાયર સેફ્ટી ના સાધનો નાદુરસ્ત હાલત માં જોવા મળ્યા હતા. આશ્ચર્ય ની વાત એ છે કે આ કોલેજ પાસે NOC છે કારણ કે જ્યારે ગોત્રી મેડિકલ કોલેજ જ્યા હજારો વિદ્યાર્થી ડોકટરી તાલીમ માટે ભણે છે એ જગ્યા પર હજારો વિદ્યાર્થી નું ભવિષ્ય ભગવાન ભરોસે જોવા મળે છે.
ગોત્રી મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીના સાધનો કાટ ખાઈ ગયેલા જોવા મળ્યા હતા. જ્યાંથી આગ લાગવાના બનાવમાં જે પંપનો ઉપયોગ કરી શકાય એજ ખસતા હાલત માં જોવા મળ્યો હતો. ક્યાંક તો પં માં લગાવવા માં આવેલા પાઇપ પણ નથી . જ્યારે બીજા પંપ કાટ ખાઈ ગયેલી હાલત માં જોવા મળ્યા હતા.

Most Popular

To Top