Vadodara

ગુજરાતમાં બ્રહ્માકુમારીઝની હીરક જયંતિ, શાંતિ રથ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે પહોંચ્યો

બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે શાંતિ રથનું આગમન થયું

*‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ’ પ્રોજેક્ટ અંતર્ગત આંતરિક શાંતિનો ઈશ્વરીય સંદેશ આપતું રથયાત્રા અભિયાન*
વડોદરા ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ ભાઈ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ ભાઈ શાંતિના રથ ને સ્વાગત કરી સેવા માટે પ્રસ્થાન કરવા સેવા કેન્દ્ર ખાતે પહોંચ્યા

વડોદરા:;રથયાત્રા વિશે માહિતી આપતાં, સેવા કેન્દ્રના સહ-નિર્દેશક બી.કે. પૂનમે સમજાવ્યું કે ડાયમંડ જ્યુબિલીના શુભ પ્રસંગે, *બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન 24 ઓક્ટોબર (યુએનઓ દિવસ) થી 21 ડિસેમ્બર, વિશ્વ ધ્યાન દિવસ સુધી, વિશ્વ શાંતિ માટે સકારાત્મક વિચારો દ્વારા વિશ્વભરમાં 100 કરોડ મિનિટ શાંતિ ની ઉર્જા ફેલાવવા માટે એક સેવા કાર્યક્રમ ચલાવી રહ્યું છે.* સંસ્થાના ભાઈઓ અને બહેનો ઉપરાંત, જાહેર જનતાના સભ્યો, કંપનીના કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનોને પણ તેમના સકારાત્મક વિચારો દ્વારા વિશ્વ શાંતિ માટે આ સેવામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જે દરરોજ ની 5 મીનીટ ફાળવે છે લાખો લોકો પહેલાથી જ જોડાઈ ચૂક્યા છે. શાંતિનો સંદેશ ફેલાવવા માટે ઓડિયો-વિડિયો સિસ્ટમ અને 6 ફૂટના કુંભકરણ મોડેલથી સજ્જ, આ રથ શાળાઓ, કારખાનાઓ અને ગામડાઓમાં ફરશે. પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કરી અને મહેમાનો દ્વારા નાળિયેર વધેરીને દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતા ડૉ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે આપણો દેશ ભારત હંમેશા સંપત્તિ અને આધ્યાત્મિક સમૃદ્ધિથી ભરેલો રહ્યો છે અને વિશ્વમાં શાંતિ અને પ્રગતિનો માર્ગ મોકળો કર્યો છે. વિશ્વ શાંતિ ની શુભ વિચારધારા ભારતમાં તેની સ્થાપનાથી જ ખાસ જોવા મળી રહી છે. એટલા માટે, અસંખ્ય વિદેશી આક્રમણો છતાં, આપણી ભારતીય સંસ્કૃતિ તેની આધ્યાત્મિક શક્તિને કારણે ટકી રહી છે અને આજે વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવીને, તે ફરી એકવાર શ્રેષ્ઠતાના શિખર તરફ આગળ વધી રહું છે. કારણ કે આજે, વિશ્વ યુદ્ધના વાતાવરણમાં છે, ત્યારે આવા યુદ્ધ જેવા વાતાવરણમાં પણ બુદ્ધની ભાષા બોલવી એ ભારતની આધ્યાત્મિક શક્તિ છે. બ્રહ્માકુમારીઝ નો મૂળ મંત્ર ઓમ શાંતિ છે. આમ, આ સંસ્થા તેની સ્થાપનાથી જ વિશ્વ શાંતિ માટે નોંધપાત્ર સેવા કરી રહી છે.

ડેપ્યુટી મેયર ચિરાગ ભાઈએ જણાવ્યું હતું કે આપણે વિશ્વ શાંતિ માટે આ સેવામાં ભાગીદાર બનવું જોઈએ, ફક્ત તેને વિશ્વની સેવા તરીકે જ નહીં, પણ તેને આપણી પોતાની સેવા તરીકે પણ ધ્યાનમાં લેવી જોઈએ. ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના, શાંતિ એ દરેકની પ્રાથમિક જરૂરિયાત છે. તેથી, આપણે શાંતિની સેવામાં જેટલું વધુ યોગદાન આપીશું, તેટલી જ શાંતિ આપણા જીવનમાં પ્રવેશ કરશે અને આપણા દ્વારા બીજાઓ સુધી ફેલાતી રહેશે. વિશ્વમાં વધતી જતી અશાંતિ અને તણાવના આ વાતાવરણમાં, હું વિશ્વ શાંતિ ની આ સેવાના માં અને અભિયાન સાથે જોડાવા માટે પોતાને ભાગ્યશાળી અનુભવું છું.

અંતમાં, સેવા કેન્દ્રના ડિરેક્ટર બી.કે. ડૉ. અરુણા દીદી એ મહેમાનોને રથ પર શણગારેલી ઝાંખી અને રથ પર બતાવવામાં આવનારી વિડિઓ ફિલ્મ બતાવી. ત્યારબાદ બધા મહેમાનોએ આ વિશ્વ શાંતિ સેવામાં ભાગ લેવા માટે પોતાના ફોર્મ ભર્યા.
ડૉ અરુણા દીદી અને મહેમાનોએ ત્રિરંગો ધ્વજ, શિવબાબાનો ધ્વજ અને લીલો ધ્વજ લહેરાવીને રથને આગામી શાંતિ સેવા યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું .

Most Popular

To Top