Vadodara

ગાંધીજીને નિર્વાણ દિને પાલિકા ભૂલી ગઈ, કોંગ્રેસે પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ આપી

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની પૂણ્યતિથિ, નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી નગર ગૃહ સ્થિત બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનું તો ભૂલ્યા પણ ત્યાં સિડીની પણ વ્યવસ્થા ન કરી?

ફાયરબ્રિગેડના જવાનોએ સિડી ગોઠવી જેના પર જોખમી રીતે ચઢીને વિપક્ષી નેતા, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ રાષ્ટ્રપિતા ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવી પડી

આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિન ની પાલિકા જાણે અમાન્યા ભૂલ્યા હોય તેવું જોવા મળ્યું હતું.મહાત્મા ગાંધી નગર ગૃહ સ્થિત બાપુની પ્રતિમા પાસે પાલિકા તંત્ર દ્વારા પુષ્પાંજલિ માટે કોઇ સીડી ની વ્યવસ્થા કે પ્રતિમાની સફાઇ કરવામાં આવી ન હતી.અહી વડોદરા શહેર કોંગ્રેસના વિપક્ષી નેતા સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકરો તથા અન્ય સામાજિક કાર્યકર પહોંચ્યા ત્યારે કોઈ વ્યવસ્થા ન હોય આખરે ફાયરબ્રિગેડ ને કોલ કરી ફાયરબ્રિગેડ ની સિઢી થી જોખમી રીતે ઉપર ચઢી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવી પડી હતી.

Most Popular

To Top