શિનોર પોલીસ અંધારામાં ઊંઘતી ઝડપાઈ
ગરાડી ગામે ચાલતા જુગાર પર સ્ટેટ વિજીલન્સની ટીમે છાપો મારી 10 જુગારીયાને ઝડપી પાડતાં ચકચાર મચી છે.
શિનોર પોલીસના છુપા આશીર્વાદથી ગરાડી ગામે ચાલતા જુગારના અડ્ડા પર મંગળવારની સાંજે ત્રાટકેલી સ્ટેટ વિજીલન્સની ટીમે છાપો મારી 10 જુગારીયાઓની અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરતાં સબ સલામતની ગુલબાંગો ફૂંકતી શિનોર પોલીસ ઊંઘતા ઝડપાઈ છે.
વડોદરા જીલ્લાની શિનોર પોલીસના હદ વિસ્તારમાં આવેલા ગરાડી અને સુરાશામળ- માંડવા વિસ્તારમાં શિનોર પોલીસના છુપા આશીર્વાદ સાથે જુગારધામ ધમધમતા હોવાની ચર્ચા છેલ્લા કેટલા સમયથ હતી.પરંતુ શિનોર પોલીસ ના હાથ ટૂંકા પડી રહ્યા હોય તેમ જુગાર ના અડ્ડા સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં શિનોર પોલીસને સફળતા મળી નથી.
તેવામા મંગળવાર ની સાંજેગરાડી ગામે ચાલતા જુગારધામ પર ત્રાટકેલી સ્ટેટ વિજીલન્સની પોલીસ ટીમે જુગાર રમી રહેલા તથા જુગાર ના સ્થળે વોચ રાખનાર મળી કુલ 10 ની અટકાયત કરતાં અસામાજિક તત્વોમાં નાસભાગ મચી હતી.
ઝડપાયેલા 10 જુગારીયાઓ
(1)શૈલેષ પ્રજાપતિ, ગોત્રી,વડોદરા
(2)તલ્હા ઇસ્માઇલ પટેલ,ભટકોદરા,જંબુસર
(3)કિર્તન બ્રહ્મભટ્ટ, ગોત્રી વડોદરા
(4)અરવિંદ વસાવા,વરીયા ટેકરા,કાલાધોડા,તિલકવાડા
(5) મોહસીનખાન શેખ,વિરપુર, તિલકવાડા
(6)અમીતપંચાલ,ગોત્રી, વડોદરા
(7)રાહુલકહાર.વાઘોડીયારોડ,વડોદરા
(8)મુજમીલ મન્સુરી,મહુડી ભાગોળ,ડભોઇ
જુગારની જગ્યાની દેખરેખ રાખનાર, વોચર એહમદખાં ગરાસિયા ગરાડી અને ઝાકીર મલેકચોરંદાને ઝડપી પાડી, જુગારધારાની કલમ 12 મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બહાર થી માણસો બોલાવી જુગાર રમાડતા બે મુખ્ય આરોપીઓ પૈકી જગદીશ વિઠ્ઠલભાઈ વસાવા,કાયાવરોહણ અને સલીમખાં મજીદખાં ગરાસિયાગરાડીને અટક કરવાના બાકી છે.આમ સ્ટેટ વિજીલન્સના છાપા થી શિનોર પોલીસ હરકત માં આવી દોડતી થઇ છે.
