Dahod

ગરબાડા તાલુકાના બાવકા ગામે ૧૩ વર્ષિય સગીરાની યુવકે છેડતી કરી

દાહોદ:

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામે એક ૧૩ વર્ષિય સગીરા ઉપર હુમલો કરી યુવકે સગીરાની છેડતી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ગરબાડાના બાવકા ગામે ગામતળ ફળિયામાં રહેતો જયેશભાઈ ઉર્ફે ભુરો કાળુભાઈ બારીયાએ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષિય સગીરા ઉપર ગત તા.૧૭મી એપ્રિલના રોજ જબરદસ્તીથી જાતીય હુમલો કર્યાે હતો અને સગીરાની છેડતી કરી હતી. સગીરા જેમ તેમ કરી ઉપરોક્ત યુવકના ચંગુલમાંથી છુટી પોતાના ઘરે પહોંચી હતી અને આ બનાવ અંગેની જાણ પોતાના પરિવારજનો કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સગીરાના પરિવારજનો સગીરાને લઈ જેસાવાડા પોલીસ મથકે પહોંચી ગયાં હતાં અને જ્યાં સગીરાના વાલી વારસ દ્વારા આ સંબંધે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————————

Most Popular

To Top