ગરબાડા તાલુકાના મંડી ફળિયા વિસ્તારમાં રાત્રીના સમયે ધાડપાડું ત્રાટક્યા દંપતીને બંધક બનાવી લાખો રૂપિયાના માલ મત્તાની લુંટ કરી ફરાર…
ગરબાડા તાલુકાના મંડી ફળિયા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ કેશભાઈ પંચાલ ના મકાનમાં રાત્રિના સમયે મકાનની પાછળની દિવાલ તોડી બાકોરૂ પાડી ચોર જેટલા ચોર ઇસમો ઘરમાં પ્રવેશ્યા હતા. તિજોરીમાં રાખેલૉ સર સમાન વેર વિખેર કરતા પરિવારના સભ્યો જાગી જતાં નિલેશભાઈ કેશભાઈ પંચાલના પરિવારને બંધક બનાવ્યો હતો. તેમને માર મારી તિજોરીમાં રહેલા લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા લઈને ફરાર થયા હતા નિલેશભાઈ દ્વારા ગરબાડા પોલિસને ઘટના સંદર્ભે જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ તપાસ કરી અજાણ્યા લૂંટારાને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા મંડી ફળિયાના મકાનમાં ચોરીની ઘટના બનતા આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો પરિવારજનો તેમજ વિસ્તારના રહીશો દ્વારા ચોરોને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
રાત્રીના સમયે ઘરમાં સૂતેલા હતા તે સમયે ચાર જેટલા અજાણ્યા ચોર અમારા ઘરની પાછળની દીવાલ તોડી ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ અમે જાગી જતા ચોરો એ મને માર માર્યો હતો તેમજ મારા પતિને સુઈ જા નહીતો તને પણ મારીને પતાવી દેશું તેવી ધમકી આપી અને મારા અને મારા છોકરાઓની ચાર જેટલી સોનાની ચેઈન તેમજ ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ ચોરીને નાસી ગયા હતા. -નિલેશભાઈ ના પત્ની