વડોદરા: પાદરા તાલુકાની વિવિધ કંપનીઓમાં કામ કરતા આણંદ જિલ્લાના અનેક યુવાઓએ શુક્રવારના રોજ તારાપુર હાઈવે પર ધરણા આંદોલન કર્યું છે. તેમણે સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે, ગંભીરા બ્રિજ તૂટી ગયાના કારણે હવે તેમની રોજની મુસાફરીનો સમય ત્રણથી ચાર કલાક જેટલો વધ્યો છે, જેથી તેમને મુસાફરી માટે અલગથી ભથ્થું આપવું જોઈએ તેવી માંગ સાથે યુવાઓ ધરણા પર બેઠા છે.
આ યુવાનોને પાદરા અને આસપાસના વિસ્તારમાં રોજ કામે જવું પડે છે. અગાઉ જે અંતર તેઓ 1-1.5 કલાકમાં કાપતા હતા, હવે ડાયવર્ઝનનો રસ્તા લેતા તેમને ત્રણ કલાકથી પણ વધુ સમય લાગી રહ્યો છે. જેના કારણે મુસાફરીનો ખર્ચ પણ વધી જશે.
નોકરિયાત યુવાનોની માંગ છે કે, સરકાર તેમને વધુ ભથ્થું અપાવે અને જ્યાં સુધી બ્રિજ ફરીથી ન થાય ત્યાં સુધી ભથ્થું આપવા માટે યુવાનો માંગ કરી રહ્યા છે.