વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રમત-ગમત ક્ષેત્રને ઘણું આગળ રાખવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્વારા ગુજરાતમાં ખેલ મહાકુંભ ની શરૂઆત કરવામાં આવી હતી અને વડાપ્રધાન બન્યા બાદ ખેલો ઇન્ડિયા ની શરૂઆત કરવામાં આવી હતી. જેના કારણે રમત-ગમત ક્ષેત્રના ખેલાડીઓને ગણિત મદદ થઈ રહી છે.સંસ્કારી અને કલાનગરી વડોદરા કલાકારીતામાં તો આગળ છે જ સાથેજ રમત ગમત શેત્રે પણ વડોદરા હમેશા આગળ રયુ છે.
હાલમાં બેંગ્લોર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ કોમ્પિટિશનમાં દેશભરથી ખેલાડીઓ ભાગ લેવામાં આવ્યો હતો. વડોદરાના રાયફલ ક્લબના રમતવીરો એ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૧૦ મીટર એર રાયફલ વુમનમાં વડોદરાની કુમારી શૈલજા નિલેશભાઈ પટેલ દ્વારા સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ખેલાડી
શૈલજા નિલેશભાઈ પટેલ ગુજરાત મિત્ર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ધોરણ 10માં હતી ત્યારથી હું રાઈફલ શુટિંગ શીખી રહી છું ભણતર સાથે રાઈફલ શુટિંગ પણ કરતી હતી 12 સાયન્સ દરમિયાન પણ રાઈફલ શુટિંગ ચાલુ રાખ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ઘણા મેડમ જીતી છું.
પરંતુ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ મ ગોલ્ડ મેડલ જીતી ને ઘણું ગૌરવ અનુભવું છું. જેમાં ગોલ્ડ મેડલ લાવવા માટે મને ઘણી મહેનત કરવી પડી હતી. પરંતુ જ્યારે આખરે ગોલ્ડ મેડલ તેથી શું તેઓ સંપૂર્ણ શ્રય મારા ગુરુ દિપક સર અને મારા પિતા ને આપું છું.