વર્ષો પહેલાં દરેક ખેડૂત એકબીજાના ખેતરના શેઢા પરથી ગાડાં લઇને જતા આવતા હતા. કોઇ પણ પ્રકારની લડાઇ કે ઝઘડા થતા ન હતા. હાલમાં જમીનના ભાવ આસમાને ચઢયા. આથી ખેડૂતોએ રસ્તા કાઢી નાંખ્યા. આથી જે ખેડૂતને પોતાના ખેતરે જવા રસ્તો નથી તેણે બાજુવાળા ખેડૂત સાથે ફાઇટીંગ થ્રીલર પિકચર ઉતારવું પડે. રસ્તા માટે મારામારી થાય છે. ખેડૂતોનાં માથાં ફૂટે છે. એના કરતાં સરકારે એક જ પરિપત્ર કાઢી હુકમ જ કરવો જોઇએ કે દરેક જણે પાંચ પાંચ ફૂટ જગ્યા છોડી દેવી અને રસ્તા સરકારે જ અપાવવા જોઇએ. એ માટે કોર્ટ કેસ પણ કરવા ન પડે તેવું હોવું જોઇએ. જો ખેડૂતને તેના ખેતરે જવા રસ્તો ન મળે તો ખેડૂત અને સરકાર બંનેને નુકસાન છે. ખેડૂત ખેતી કરી શકશે નહીં. ખેતરની જમીન બંજર થશે. વણખેડાયેલી પડી રહેશે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ખેડૂતોને માટે પોતાનાં ખેતરોએ જવા સરકાર રસ્તો અપાવે
By
Posted on