વડોદરા શહેરના મેયર, ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને મેલેરિયા મુક્ત ભારતની ચર્ચા કરનારા શું કિશનવાડી ગધેડા માર્કેટ રેસીડન્ટ વિસ્તારમાં લેન્ડફિલ સાઈડથી અજાણ છે કે આ વિભાગનો હવાલો ધરાવનાર અધિકારી તમામ નેતાઓ અને મોટા અધિકારીઓને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે.
વડોદરા શહેરમાં હાલમાં મેલેરિયાના કેસમાં વધારો આવ્યો હોય ત્યારે કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે લેન્ડફિલ સાઈડ બનાવવામાં આવી છે. કચરામાંથી કંચન નાના નાના ભૂલકાઓ તેમજ મહિલાઓ શોધી રહી છે. સાથે આજુબાજુના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે જો કોઈ મેલેરીયા તેમજ અન્ય રોગોના ભોગ બનશે તો જવાબદાર કોણ ? એક બાજુ મેલેરિયા મુક્ત ભારતની વાત કરવામાં આવતી હોય સાથે આરોગ્ય તેમજ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવતા હોય ત્યારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તારમાં લેન્ડફિલ સાઈડ બનાવવામાં આવી છે. આ કેટલું યોગ્ય છે? સ્વચ્છ ભારતની વાત કરવામાં આવતી હોય ત્યારે વડોદરા શહેરમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે ગંદકીની ભરમાર જોવા મળે છે આ લેન્ડફિલ સાઈડને તાત્કાલિક ધોરણે હટાવવામાં નહીં આવે તો પરમાર કમલેશ – સામાજીક કાર્યકર દ્વારા આવનારા દિવસોમાં વિસ્તારના રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારીની રહેશે.