Entertainment

‘ખિલાડી’ અક્ષય ‘બડે મિયાં’ બની ગયો?!

અક્ષય આવે અને બોકસ ઓફિસ પર છવાઈ જાય એવું તો નથી છતાં તેનામાં એ તાકાત તો છે કે પ્રેક્ષકોને પોતાની ફિલ્મ તરફ ખેંચી શકે. તેણે શાહરૂખ, સલમાન હોવું બહુ મોંઘુ પડે છે. દરેક વખતે સ્પેશિયલ બનવા વધારે મહેનત કરવી પડે છે. નિર્માતાઓએ મોટા બજેટ સાથે જ ફિલ્મ બનાવવી પડે છે. અક્ષય અનેક નિર્માતાઓ માટે કમ્ફર્ટેબલ બજેટ સાથેનો સ્ટાર છે. બીજું કે તે ખૂબ બધા એડ્જસમેન્ટ કરી લે છે. મારી સાથે ટોપની હીરોઇન હોવી જોઈએ, વિલન પણ ખાસ જ હોવો જોઈએ અને મારી ફિલ્મનું પ્રમોશન જબરદસ્ત થવું જોઇએ. આ બધું અક્ષયમાં નથી. તે ભલે રાજેશખન્નાનો જમાઇ હોય પણ તે ધર્મેન્દ્ર જેવો છે.
‘મિશન રાનીગંજ’ ફિલ્મ પછી ખાસ્સા વિરામે તેની ‘બડે મિયાં છોટે મિયાં’ આવી રહી છે. આ નામે અગાઉ ફિલ્મ બની ત્યારે અમિતાભ અને ગોવિંદા હતા. તેમાં ધમાચકડી સાથે કોમેડી હતી.આ વખતે ફિલ્મ એકદમ બદલાયેલી છે ને તેમાં કોમેડીના બદલે જોરદાર એકશન છે. દિગ્દર્શક પમ અલી અબ્બાસ જફર છે. આ ફિલ્મ બનવામાં ઘણો સમય ગયો છે. પાંચ લેખકોએ ભેગા મળી કથા-પટકથા સંવાદ પર કામ કર્યું છે અને અક્ષય ઉપરાંત ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, માનુષી છિલ્લર, અલાયા એફ, સોનાક્ષી સિંહા સહિતના કલાકારો ભર્યા છે. આજકાલ દરેક એકશન થ્રીલરમાં બે મોટા સ્ટાર્સ રાખવામાં આવે છે. અક્ષય આ વખતે ટાઈગર શ્રોફ સાથે જોડી બનાવી છે અને આ પહેલાં ટાઈગરે ઋતિક સાથે જોડી બનાવી હતી. હવે ફિલ્મ રજૂ થાય પછી ખબર પડશે કે એકશનમાં કોણે કોની ટક્કર લીધી છે. અક્ષય તેની એકશન માટે હંમેશા જાણીતો રહ્યો છે.
અક્ષય જેટલી ફિલ્મોમાં એક સાથે કામ કરી શકે તેટલું આજે કોઇ સ્ટાર કરી શકતો નથી. અક્ષયની ફીટનેસ કાબિલેદાદ છે રણવીરસીંઘ જયારે અભિયાનમાં એનર્જી દેખાડે તો લાગે કે વધુ પડતું કરી રહ્યો છે. અક્ષયનું એવું નથી. તે દરેક પાત્રો ને સમજે છે અને દિગ્દર્શકનું વિઝન પકડીને કામ કરે છે. તેની પાસે હમણાં સરફીરા’ નામની ફિલ્મ છે જેમાં એક કોમનમેન મોટા સપના જુએ અને તેને હાંસલ કરવાજે સરફીરાપણું દાખવી તેની વાત છે. તેમાં અક્ષય સાથે રાધિકા મદાન છે. ‘સ્કાયફોર્સમાં તે ઇન્ડિયન એર ફોર્સ ઓફીસર છે ને તે એક મોટા વિજયને કઇ રીતે મેલવે તેની વાત છે. તેમાં તેની સાથે સારા અલી ખાન, નિમરત કૌર છે. ‘સરફીરા’ અને ‘સ્કાય ફોર્સ’ આવનારા છ- સાત મહિનામાં જ રજૂ થવાની છે. અને ‘વેલકમ ટુ જંગલ’ પણ તો છે જેમાં તે પોલીસ ઓફીસર બન્યો છે. અક્ષયે તેના જીવનમાં લશ્કરની કઇ કઇ પાંખોના અધિકારીની ભૂમિકા યા પોલીસ તરીકે કેટલી ભૂમિકા કરી તે ગણવું જોઈએ. સલમાન હવે પોલીસ અધિકારી બને તો જામતો નથી. તેનું થોડું પેટ વધ્યું છે. આમીર પેટ વધવા દેતો નથી. અક્ષય ખૂબ કામ કરી શકે છે એટલે જ વધારે ફિલ્મો મેળવે છે એમ નથી તે વિવિધ પ્રકારની ભૂમિકા કરવા સમર્થ છે. તે જૂદી જૂદી ઇમેજમાં સ્વીકાર્ય પણ છે. બીજું કે તે સારો નિર્માતા પણ છે અને અત્યારે ‘જોલી એલએલબી3’ બનાવી સફળ રહેલો. તે કોઇ ફિલ્મની ફેન્ચાઈઝી આગળ વધારે છે તે વિષય અને ટ્રીટમેન્ટમાં ફેરફાર કરી નાંખે છે. નિર્માતા તરીકે તેણે ‘એરલિફટ’, ‘રૂસ્તમ’, ‘ટોઇલેટ:એલવસ્ટોરી’, ‘કેસરી’, ‘મિશન મંગલ’, ‘ગુડ ન્યુઝ’ ‘જેવી ફિલ્મો બનાવી છે તે સૂચવે છે કે તેની પાસે જૂદા પ્રકારની ફિલ્મો બનાવવાનું સાહસ છે એટલે ‘બડે મિયાં છોટે મિયાં’ પણ તે બડે મિયાં જ સાબિત થશે. •

Most Popular

To Top