- પશ્ચિમ બંગાળ ની બહરામપુર બેઠક ઉપરથી ચુંટણી લડશે
મૂળ વડોદરા ના ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળ થી લોકસભાની ચૂંટણી લડશે. મમતા બેનર્જી ની ટીએમસી પાર્ટી તેઓને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે.આગામી લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજવાની છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે છે ત્યારે ટીએમસી દ્વારા આજે એક યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ક્રિકેટર યુસુફ પઠાણના નામની ઘોષણા કરવામાં આવી છે. મૂળ વડોદરા ના ક્રિકેટર પઠાણ હવે પશ્ચિમ બંગાળના બહારમપુર થી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા યુસુફ પઠાણના નામની ઘોષણા કર્યા એક તબક્કે રાજકીય ક્ષેત્રમાં પણ ચર્ચા જોવા મળી હતી કે મૂળ વડોદરાના ક્રિકેટર હવે પશ્ચિમ બંગાળથી ચુંટણી લડવા જઈ રહ્યા છે. પ્રથમ ઇન્ડિયા ગઠબંધન અને ત્યાર બાદ ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે બંગાલના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ દ્વારા 42 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મુળ વડોદરાના ટીમ ઇન્ડિયાના ક્રિકેટર યુસુફ પઠાણને બહેરામપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે. જેને કારણે રાજકીય મોરચે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. એકાએક વડોદરાના ક્રિકેટરનું નામ સામે આવતા જ લોકો ચોંકી ઉઠ્યા છે.