Vadodara

કોર્પોરેશન બોન્ડનું કલાકમાં 1460કરોડનું ભરણું : પાલિકા ખુશખુશાલ

વડોદરા, તા. 1
વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીજી વખત 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. શુક્રવારે સવારે 11 કલાકે બીએસઈમા બિડિંગ કર્તાની સાથે જ રોકાણકારોએ રસ દાખવ્યો હતો અને એક કલાકમાં જ 1460 કરોડનું બિડિંગ થયું હતું. 3 પ્રોજેક્ટ માટે પાલિકા દ્વારા આ બિડિંગ કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂ.100 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવાની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી હતી. ત્યાર બાદ શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિડીંગ કરવામાં આવતા બોન્ડમાં 44 સરકારી અને ખાનગી ઉદ્યોગો નાણાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેથી રૂપિયા સો કરોડની કિંમતના બોન્ડ સામે દસ ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી. સેબી એ મંજૂરી આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જેટલી ખાનગી અને સરકારી કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓના મુખ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા અપીલ કરી હતી. આ અંગે માહિતી આપતા મેયર પિંકી બેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા. ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે,વર્ષ 2019 ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવેનશન એન્ડ અર્બન ટ્રાન્સફરમેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા 1220.53 કરોડની કિંમતના 30% હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે કસરત શરૂ કરી હતી. કોર્પોરેશન ગ્રીન બોન્ડ માટે પાંચ વર્ષની બેલેન્સશીટ, કેસ ફલો, સ્થાવર- જંગમ મિલકતો વિગેરેની માહિતી મેળવી વર્ષ 2015 – 16 થી વર્ષ 2022 – 23 સુધીના એન્યુઅલ રિપોર્ટ તૈયાર કર્યા હતા જે બાદ ક્રિશિલ અને ઈન્ડિયા રેટીંગ એન્ડ રિસર્ચ નામની બે સંસ્થા પાસે ક્રેડિટ રેટિંગ કરાવવાની પ્રક્રિયા કરી હતી જેમાં ડિસેમ્બર 2020 માં ઇન્ડિયા એન્ડ રિસર્ચ સંસ્થાએ AA+stable અને ક્રિશિલ સંસ્થાએ AA+stable રેટિંગ આપ્યું હતું. આ રેટીંગ આધારે મે- 2021માં રાજ્ય સરકારે રૂ. 200 કરોડની રકમના બોન્ડ બહાર પાડવા મંજૂરી આપી હતી. જે આધારે માર્ચ 2022 માં 100 કરોડના બોન્ડ બહાર પાડ્યા હતા જે 10 ગણો વધુ બોન્ડ ભરાયો હતો ત્યારબાદ શુક્રવારે હવે સેબીની મંજૂરી બાદ બોમ્બે સ્ટોક એકસચેન્જમાં સંસ્થાગત બોન્ડમાં રોકાણકારો દ્વારા ઓનલાઈન બિડીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પ્રારંભમાં જ આઠ ગણો બોન્ડ ભરાયો હતો જેમાં માત્ર એક કલાકમાં જ વિવિધ 44 કંપનીઓએ બિડીંગમાં ભાગ લેતા રૂપિયા 100 કરોડ ના બોન્ડ સામે 14 ગણો વધુ રકમનો બોન્ડ ભરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે જે રીતે સરકારી અને ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓનો સહકાર મળ્યો છે તે બાદ બોન્ડમાં આ કંપનીઓને 7.90 ટકા વ્યાજ ચૂકવાશે. જેનું લીસ્ટઈંગ 6 માર્ચે થશે. અગાઉ બહાર પડાયેલા બોન્ડ 2027 સુધીમાં પૂર્ણ કરવાના છે જયારે આ બોન્ડ 5 વર્ષ મારે એટલે કે 2029 સુધીમાં નાણાં ભરપાઈ કરવામાં આવશે.

Most Popular

To Top