Vadodara

કોટણા બીચ પર ન્હાવા ગયેલા બે મિત્રોના પાણીમાં ડૂબી જવાથી મોત

ઉનાળાના દિવસો શરૂ થતા અને ખાસ તો વેકેશન ના દિવસો હોવાથી અનેક લોકો વોટરપાર્ક કે બીચ પર જવાનું પસંદ કરતા હોય છે ખાસ કરીને વડોદરાના રહેવાસીઓ સિંધરોટ કે કોટણા બીચ પર જવાનું પસંદ કરતા હોય છે ત્યારે આજે રવિવારની રજા હોવાથી બે મિત્રો પરિવારને જાણ કર્યા વિના કોટના બીચ પર ફરવા માટે પહોંચી ગયા હતા જ્યાં તેઓનું વહેણમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.

તંlદલજા વિસ્તારમાં રહેતા બે મિત્રો સોહેબ અને જેનુલ બપોરના સમયે અસહય ગરમીથી બચવા માટે અને રવિવારની રજાઓ માણવા માટે પરિવારજનોને જાણ કર્યા વિના કોટના બીચ પર ફરવા જવાનું નક્કી કરીને બંને મિત્રો આનંદ લેવા માટે તેમજ વેકેશન માણવાના ઇરાદાથી પહોંચી ગયા હતા બંને પરિવાર ના લાડકવાયાના કરુણ મોત નીપજતા સમગ્ર હોસ્પિટલ પરિસર્માં અને બહેનોના કરુણ આક્રંદથી માહોલ ગમગીન બન્યો હતો

Most Popular

To Top