કેલ્ગરી, કેનેડા:: વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) કેલ્ગરીના આયોજન હેઠળ પાવન રાખી પૌનમના દિવસે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ યજ્ઞનું ભવ્ય આયોજન થયું હતું. આ દિવ્ય યજ્ઞમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન હાજરી રહી, જેમણે સત્સંગીઓને અતિ પ્રેરણાદાયી આશીર્વચનો આપ્યા હતા.

આ પાઠ સ્વયં શ્રી મહાપ્રભુજી દ્વારા રચાયેલો છે અને જેનું પાઠન અથવા યજ્ઞ કરવાથી શ્રીમદ્ ભાગવતજીના પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કેનેડાના વિવિધ પ્રાંતોમાંથી અસંખ્ય વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. સહસ્ત્ર નામના મંગલોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ઝીણી ઝીણી ઝળહળ્યું હતું.

પૂજ્ય શ્રી મહોદયશ્રીએ સહસ્ત્ર નામના પાઠનું મહત્વ સમજાવ્યું અને જણાવ્યું કે આ પાઠ મનને પવિત્ર બનાવે છે, શ્રદ્ધાને મજબૂત કરે છે અને શ્રી ઠાકોરજીના ચરણોમાં ભક્તને વધુ નજીક લાવે છે.

Lરાખી પૌનમના પાવન દિવસે, આ યજ્ઞ દ્વારા વૈષ્ણવોમાં પરસ્પર પ્રેમ, એકતા અને સેવાભાવનો સંદેશ વ્યાપ્યો. પરિવારો સાથે મળીને શ્રી કૃષ્ણના ચરણોમાં ભક્તિનો અનોખો ઉત્સવ માણ્યો હતો.

આ કાર્યક્રમ દ્વારા VYO એ વિશ્વભરના વૈષ્ણવ સમાજમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો પ્રસાર કરવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર દર્શાવી છે.
