વડોદરા: આજથી 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા શહેરની ભાગોળે આવેલા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ, રસી મૂકાવા માટે આવેલા નાગરિકોનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, મેં પણ રસી લીધી છે, તમે પણ રસી મૂકાવજો અને તમારી નજીકના લોકોને પણ રસી મૂકાવવા માટે પ્રરિત કરજો, જેથી સમગ્ર દેશ આ મહામારીમાંથી બહાર આવી શકે.
કલેક્ટર અગ્રવાલે રસી મૂકાવવા માટે આવેલા વરિષ્ઠ નાગરિકો, ફ્રન્ટલાઈન વોરિયર્સ, કો મોર્બિડ અને ૪૫થી વધુ ઉંમરના લોકો જોડે સહજ રીતે સંવાદ સાધી તેમની તેમના આરોગ્યની પૃચ્છા કરી હતી. ઉપરાંત કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર-આરોગ્યકર્મીઓની કામગીરી બિરદાવી હતી.
સાથે જ રસીકરણની કામગીર વધુ સઘન બનાવવા માટે જણાવ્યું હતું.
કલેક્ટર શાલિની અગ્રવાલની કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી ઠુંમર, મામલતદાર ગોસાંઈ, ડો. ઉદય ટીલાવત, તાલુકા હેલ્થ ઓફિસર ડો. નીરજ દેસાઈ, મેડિકલ ઓફિસર ડો. જિતેન રાણા, તાલુકા પંચાયતના સદસ્ય જ્યોત્સનાબેન છત્રસિંહ પરમાર, ઉપસરપંચ છત્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
કલ્યાણરાયજી મંદિરમાં આજે કોવિડનું રસીકરણ
વડોદરા: વિપો વડોદરા દ્વારા અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અને વિવિધ સંસ્થાઓના સહયોગથી મેઘા રસીકરણ અભિયાન તારીખ 2-4-21 શુક્રવારના રોજ સવારના ૯ થી 4 કલાક વિવિધ સ્થળો પર વડોદરાના આંગણે ષષ્ઠપીઠાધીશ્વર પૂ દ્વારકેશલાલ મહારાજ, આશ્રય બાવા, શરણંમ બાવાના માર્ગદર્શન હેઠળ આવતીકાલે વિવિધ સ્થળો જેમાં કલ્યાણ પ્રાસાદ ભવન બાજવાડા બેંક રોડ માંડવી અગ્રવાલ સમાજ ભવન 70 નગર સોસાયટી વડોદરા ગોવર્ધનનાથજીની હવેલી નિઝામપુરા દાલીયા જ્ઞાતિ સમસ્ત પંચ દાલીયાવાડી પ્રતાપ નગર રોડ કમુબા સંત કબીર રોડ પીએમ યાદવ સ્કૂલ મકરપુરા icai કલાલી સનફારમા રોડ વલ્લભ વિદ્યામંદિર વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ખાતે મેઘા રસીકરણ અભિયાન યોજાનાર છે.
તો ભાગ લેવા ઇચ્છુકોએ પોતાના આધારકાર્ડ સાથે નામ રજીસ્ટ્રેશન કરાવી દેવા વિપો ના ચેર પર્સન શશીકાંતભાઈ પરીખ અને તેમની સમગ્ર ટીમ દ્વારા જણાવવામાં આવે છે તેની આમ જનતાએ નોંધ લેવી ફરજીયાત પણે માસ્ક પહેરીને આવવા વિનંતી કરી છે.
ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં કૉલેજોમાં તમામ કર્મચારીઓ માટે ફ્રી કોરોના વેકસીનની સુવિધા
વડોદરા : ગોવિંદગુરુ યુનિવર્સિટીના ઉપક્રમે કુલપતિ ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણ , કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી, સહકુલસચિવ ડૉ. મુકેશભાઈ પટેલ,ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના કોડિનેટર ડૉ.અજય સોની સર તેમજ સમગ્ર ટીમના સઘન પ્રયત્નો તથા પ્રેરણા વડે સરકારી પોલીટેકનિક ખાતે જિલ્લા આરોગ્ય કેન્દ્રના સહયોગથી સંલગ્ન કૉલેજોના તમામ કર્મચારીઓ માટે ફ્રી કોરોના વેકસીનની સુવિધા કરવામાં આવી હતી. સૌને નૈસર્ગ શાહ અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સની ટીમ આભાર વ્યક્ત કર્યું હતું. 🙏🙏
અટલાદરા સ્વામિનારાયણ મંદિરના ૨૫ થી વધુ સંતોએ કોરોના આરોગ્ય રક્ષક રસી મુકાવી
વડોદરા : બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર અટલાદરાના ૨૫ થી વધુ સંતોએ આજે બી.એ.પી.એસ. હોસ્પિટલ ખાતે રસી મુકાવીને સમાજ માટે અનુકરણીય અને અનુસરણીય પ્રેરણાદાયી કાર્ય કરી નાગરિકોને ઉત્સાહભેર રસીકરણ ઝુંબેશમાં સહભાગી થવા આહવાન કર્યું છે.
સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામીએ પણ આજે કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી કોરોના રસી મુકાવી હતી. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે કોરોનાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે. કોરોના સામે લડવાનો એકમાત્ર રામબાણ ઈલાજ રસી છે,ત્યારે સૌ નાગરિકોને કોરોના રસી લેવા તેમણે અપીલ કરી છે.
રેલવે ડીસ્પેન્સરી ગોધરા ખાતે રેલવેના કર્મચારીઓ માટે વિનામૂલ્યે કોરોના વેકસીનની સુવિધા શરૂ
ગોધરા : રેલવે હેલ્થ યુનિટના ડો.ઇસ્માઇલ ફોદા ચીફ ફાર્માંસિસ્ટ જયદીપ સોની નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ જ્યોતિષ ગામીત અને એમની ટીમ દ્વારા રેલવે ડીસપેન્સરી ગોધરા ખાતે જિલ્લા આરોગ્ય કેન્દ્રના સહયોગથી સંલગ્ન રેલવેના કર્મચારીઓ માટે ફ્રી કોરોના વેકસીનની સુવિધા કરવામાં આવી હતી. જેમાં 45 થી પણ વધુ કર્મચારીઓએ આ રસીકરણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સિંગવડ તાલુકામાં 45 વર્ષથી ઉપરના લોકોને કોવિડના રસીકરણ ડોઝ આપવામાં આવ્યા
વડોદરા :સિંગવડ તાલુકામાં સરકારની ગાઈડલાઈન મુજબ તથા દાહોદ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય વિભાગ દ્વારા 1 એપ્રિલથી 45 પ્લસ ઉપરના લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવાનો ચાલુ કરવામાં આવ્યો હતો તેમાં સિંગવડ બજારમાંથી પણ વેપારીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા ખાતે કોરોનાની રસીનો ડોઝ લેવામાં આવ્યો હતો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા માંથી 110 જેટલા કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા હતા જ્યારે છાપરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી ના ડોઝ આપવામાં આવ્યા હતા.