ડિવોર્સી મહિલાના પ્રેમમા અંધ બનીને પોતાની પત્ની અને 13 વર્ષીય બાળકીને છોડી દીધા, પત્ની ઉપર હુમલો કર્યો, મહિલા પોલીસમાં ફરિયાદ
કાલોલ: કાલોલ તાલુકાના મધવાસ ગામના એક સમાજના અગ્રણીના પુત્ર એવા એક યુવકના લગ્ન ૧૬ વર્ષ પહેલાં થયાં હતાં પરંતુ છેલ્લા ૪ એક વર્ષથી તેઓને એક પ્રેમિકા કે જે પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ પુત્ર સાથે કાલોલ રહે છે તેની સાથે આંખ મળી જતાં તેઓની પત્ની અને એક ૧૩ વર્ષ ની દિકરીને હાલ ચાર મહિનાથી પિયર વાટ પકડાવી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક સ્ત્રી સાથે આંખ મળી જતાં તેઓના પ્રેમમા ડૂબી જતાં છેલ્લા ચાર વર્ષથી પત્ની ને મારઝૂડ કરી હેરાન પરેશાન કરતો હતો. યુવક હાલ ડેરોલ સ્ટેશન રોડ પર આવેલી સંજીવની હોસ્પિટલની ક્રિષ્ના લેબમાં નોકરી કરે છે. જેથી પત્નીએ પોતાના પિયર પક્ષને જાણ કરીને સમાજના સામાજીક પંચો ત્રણ વાર ભેગા થયાં હતા અને સામાજીક પંચો રૂબરૂ લેખિત લખાણ કરી સમાધાન પણ કર્યું હતું. પછી પ્રેમીઓ ૨૧ દિવસ ભાગી ગયા હતા, જેની વિરૂદ્ધમાં યુવકની પત્નીએ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. ત્યારે તેઓ મળી આવ્યાં હતાં તથા ફરી આવી હરકત બનતા તા: ૧૦/૦૨/૨૦૨૫ ના રોજ ફરી ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ જામીન પર આ બંનેને છોડવામાં આવ્યાં હતાં. થોડા દિવસ પહેલા રામકૃપા સોસાયટી ડેરોલ સ્ટેશન રોડ પર આવેલા ભાડા lના મકાનમાંથી બન્ને પ્રેમીઓ ને રૂબરૂ પકડ્યા હતા. જે બાબતે ઉશ્કેરાઈને આ બન્નેએ પરણિતાને થઈ મૂઢ માર માર્યો હતો અને પ્રેમિકાએ જાતિ વિષયક અપમાન પણ કર્યું હતુ. જે બાદ સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં જીવનું જોખમ હોય આ બાબતેની પત્નીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જ્યાં આ અગાઉની ૧૦/૨/૨૦૨૫ ની ફરિયાદોના જામીન રદ્દ કરવામાં આવ્યાં હતાં અને રૂ. ૨૦૦૦૦ નો દંડ એસ. બી. આઈ બેંકમાં ચલણ દ્વારા ભરાવ્યો હતો. આ બાબતે પતિએ કહ્યું હતું કે તે પ્રેમિકા સાથે જ જીવવા માગે છે જેથી તેની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશન ગોધરા ખાતે તેમજ કોર્ટનો પણ સહારો લીધો છે અને કાઉન્સેલીંગ પણ કરવામાં આવ્યું હતું . આ બન્ને પ્રેમીઓ (આરોપી) ઓ વિરૂદ્ધ હવે આગળ શું પગલાં લેવામાં આવે તે જોવાનો વારો આવ્યો છે.