*વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે શુક્રવારે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ થવા સાથે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે*
*તા.૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે:તા.૨૦ એપ્રિલના રોજ ચકાસણી થશે:તા.૨૨ એપ્રિલના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે*
*તા.૭ મે ૨૦૨૪ના રોજ સવારે ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાશે*
વડોદરા; વડોદરા સંસદીય મતવિભાગના ચૂંટણી અધિકારી અને કલેકટર બી.એ.શાહ દ્વારા આવતીકાલ તા.૧૨.૦૪.૨૦૨૪ના લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવા સાથે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે.
૨૦-વડોદરા સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે . ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યકિત ચૂંટણી અધિકારી ર૦-વડોદરા સંસદીય મતદાર વિભાગ અને કલેકટર વડોદરાને, રૂમ નંબર-૧, પ્રથમ માળ, એ-બ્લોક, નવી કલેકટર કચેરી, દિવાળીપુરા, વડોદરા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર (જમીન સુધારણા), વડોદરાને, રૂમ નંબર-૨૦, પ્રથમ માળ, બી-બ્લોક, નવી કલેકટર કચેરી, દિવાળીપુરા, વડોદરા ખાતે મોડામાં મોડું તા. ૧૯મી એપ્રિલ,૨૦૨૪ (શુક્રવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસો સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.
નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૨૦-વડોદરા સંસદીય મતદાર અને કલેકટર વડોદરાની કચેરી, રૂમ નંબર-૧, પ્રથમ માળ, એ-બ્લોક, નવી કલેકટર કચેરી, દિવાળીપુરા, વડોદરા ખાતે તા.૨૦મી એપ્રિલ-૨૦૨૪ (શનિવાર)ના રોજ સવારના ૧૧ વાગ્યે હાથ ધરવામાં આવશે.
ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યકિત કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની ઉકત કચેરીના અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા. ૨૨મી એપ્રિલ-૨૦૨૪ (સોમવાર)ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલા પહોંચાડી શકશે.
ચૂંટણી લડાશે તો મતદાન તા. ૭મી મે-૨૦૨૪ (મંગળવાર)ના રોજ સવારના ૭ કલાક થી સાંજના ૬ કલાક વચ્ચે યોજાશે એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
કાલથી લોકસભા ચૂંટણી માટે ભરાશે ફોર્મ, કલેકટર નોટિસ પ્રસિદ્ધ કરશે
By
Posted on