ઈજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો
યુવકે સસરા માટે જમવાનુ બનાવવા મુદ્દે ભાભી સાથે ઝઘડો કર્યો હતો
નાગરવાડામાં ભાભી સાથે ઝઘડો કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સને કારેલીબાગ પોલીસ લઇ ગઇ હતી. ત્યાં લોકઅપમાં પૂર્યા બાદ પોલીસ કર્મીઓએ યુવકને લાકડી તથા પટ્ટાથી ઢોર મારી તેના પર અમાનુષી અત્યાચાર ગુજર્યો હતો. જેથી યુવકને ઇજાગ્રસ્ત થયેલા યુવને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
શહેરના નાગરવાડા વિસ્તારમાં ઇમ્તીયાજ ઉર્ફે કાદર લીકાયકત અપીલ પઠાણે નશો કરી આવ્યો હતો અને તેના પિતા માટે ભાભીને જમવાનું બનાવવા મુદ્દે ભાભી ફરહાનાબીબી પઠાણ સાથે ઝઘડો કર્યો હતો અને લાફો માર્યો હતો. ત્યારબાદ તેને અન્ય ભાઇ અને ભાભી છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ભાભીએ તેની સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ઇમ્તીયાજ પઠાણ સામે ગુૂનો દાખલ કરીને તેને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. ત્યાં લોક અપમાં પુર્યા બાદ નશો કરેલી હાલતમાં હોય કારેલીબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ યુવક પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોય તેને લાકડી અને પટ્ટાથી ઢોર માર માર્યો હતો. જેમાં તેને ગંભીર રીતે ઇજાઓ પહોચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કારેલીબાગ પોલીસે નાગરવાડાના શખ્સને લાકડી તથા પટ્ટાથી ઢોર માર્યો
By
Posted on