Godhra

કાંકણપુર પોલીસે ખોવાયેલા 5 મોબાઈલ ફોન શોધી માલિકોને પરત આપ્યા

પ્રતિનિધિ ગોધરા તા.11

ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ટેક્નિકલ માધ્યમનો ઉપયોગ કરીને ખોવાયેલા 5 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.
નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલની દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. કામોળે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને આ મોબાઈલ ફોન શોધવાની કામગીરી કરી હતી. આ પ્રયાસોના પરિણામે કુલ ₹77,986 ની કિંમતના 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. ગઈ કાલે યોજાયેલા “સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ” અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ આ 5 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને સન્માનપૂર્વક પરત કરવામાં આવ્યા.

Most Popular

To Top