
છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આવેલા મહાકાળી માતાજીના મંદિરનો 27 મો પાટોત્સવ પંચોલી ખત્રી સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. કવાંટમાં પંચોલી ખત્રી સમાજના 40 જેટલા ધર છે. આ સાથે યોજાયેલા નવચંડી યજ્ઞમાં પંચોલી ખત્રી સમાજના દરેક વ્યક્તિ હાજર રહ્યા હતા. મહાકાળી માતાજીનૂ મંદિર જે પૌરાણિક મંદિર તરીકે જાણીતું હતું. લગભગ 150 વર્ષથી આ મંદિરમાં મહાકાળી માતાજીની મૂર્તિ સ્થાપિત હતી. આ મંદિર પૌરાણિક હતું, જેથી મંદિર જર્જરિત હાલતમાં હતું. જેથી કવાટ ખત્રી સમાજે આ મંદિરનું નિર્માણ 26 વર્ષ પહેલા કર્યું હતું. આ મંદિર ને 26 વર્ષ પૂર્ણ કરી 27 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે નવચંડી યજ્ઞ આયોજિત કર્યો હતો. આ નવચંડી યજ્ઞ નો શ્રીફળ હોમવાનો સમય સાંજે પાંચ કલાકે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદી નું પાન પંચોલી ખત્રી સમાજે આયોજન કર્યું હતું
