છોટાઉદેપુર જિલ્લાના ચાર તાલુકામાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ભારે વરસાદ
નસવાડી: છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ પાવીજેતપુર અને છોટાઉદેપુર અને બોડેલી તાલુકામાં ભારે વરસાદ પડતા છોટાઉદેપુર તાલુકાના કવાંટ તાલુકાની ધામણી નદી તેમજ ઓરસંગ નદી તેમજ હેરણ નદી બે કાંઠે વહેવા લાગી હતી. જ્યારે અનેક ગામડાઓના રસ્તા ઉપર લો લેવલના કોઝ વે ઉપર પાણી ફરી વળતા ગામડાઓના રસ્તા બંધ થઈ ગયા હતા.

હેરણ નદી બે કાંઠે આવતા 200થી વધુ ગામોને સિંચાઈ ના પાણી અને પીવામાં પાણીની મુશ્કેલી દૂર થઈ હતી. રાજ વાસણા ગામે આડબંધ ઉપર થી પાણી વહેવા લાગ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બોડેલી કવાંટ ના ગામોમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું.

અનેક ગામડાઓમાં લો લેવલ ના કોઝ વે ઉપર બાળકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા. હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ભારે વરસાદના કારણે અમુક ગામડાઓનો સંપર્ક પણ લો લેવલના કોઝ વે ઉપર પાણી આવી જતા કપાયો હતો. હાલ તો વરસાદ ની ધીમી ગતિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે .

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સવાર ના 6 વાગ્યા થી સાંજ ના 6 વાગ્યા સુધી ના વરસાદ ના આંકડા
પાવીજેતપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ
કવાંટ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ
બોડેલી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ
છોટાઉદેપુર તાલુકામાં 2 ઇંચ વરસાદ
નસવાડી તાલુકામાં 6 એમ એમ વરસાદ
સંખેડા તાલુકામાં 8 એમ એમ વરસાદ
તસવીર: સર્વેશ મેમણ, નસવાડી