Vadodara

કલોલમાં અભ્યાસ કરતી શહેરની દિવ્યાંગ વિધ્યાર્થિનીને અન્ય વિધ્યાર્થિની દ્વારા પગમાં અને હાથમાં લાકડીથી ફટકારતાં ઇજા

ઇજાગ્રસ્ત વિધ્યાર્થિનીને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં લાવવામાં આવી

વિધ્યાર્થિનીને બંને પગમાં તથા જમણા હાથના અંગૂઠામાં ઇજા પહોંચી

(પ્રતિનિધિ) વડોદરા તા. 21

શહેરની દિવ્યાંગ યુવતી કડી કલોલ ખાતેની એક કોલેજમાં અભ્યાસ કરે છે તેને કોલેજની અન્ય એક સિનિયર વિધ્યાર્થિની દ્વારા લાકડીથી પગમાં તથા હાથમાં માર મારતાં વિધ્યાર્થીનીને બંને પગના ભાગે તથા જમણા હાથના અંગૂઠામાં ઇજા થઇ હતી જેથી કોલેજના સતાધીશો દ્વારા વિધ્યાર્થિનીના માતાપિતાને તેમની દીકરી બિમાર હોય લઇ જવા જણાવતાં દિવ્યાંગ યુવતીના પરિજનો દ્વારા તેણીને શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ ખાતે રહેતા દંપતીની દીકરી 74% ડિસેબલ છે જે હાલ કડી કલોલ ખાતે આવેલી વખારિયા કોલેજમાં પ્રથમ વર્ષમાં (એફ.વાય.બી.એ) માં અભ્યાસ કરે છે અને મંથન અપંગ કન્યા સેવા સંકુલ કલોલ ખાતે રહે છે તે છોકરીના જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ કોલેજ બાદ નજીક આવેલા બગીચામાં બાંકડા ઉપર બેઠી હતી તે દરમિયાન પાછળથી એક યુવકે આવી તે વિધ્યાર્થીની પાસે પૈસાની મદદ માંગી હતી જેથી વિધ્યાર્થિનીએ તે યુવકને શાના માટે પૈસાની જરૂર છે તથા તે ક્યાનો છે તે પૂછી પોતાની પાસે રહેલા અઢીસો રૂપિયા તેને આપ્યા હતા એ સમયે કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલની બસમાં અપડાઉન કરતી સાથે અભ્યાસ કરતી અન્ય એક સિનિયર વિધ્યાર્થિની (ટી.વાય.બ.એ.)એ પોતાના મોબાઈલ ફોનમાં આ ફોટાઓ પાડીને કોલેજમાં ત્યાંના એક મેડમ તથા સરને મોબાઇલ ફોનમાં ફોટા બતાવીને વાત કરી હતી અને એ લોકોની ઉપસ્થિતિમાં જ આપણી કોલેજનું નામ ખરાબ કરશે આ તેમ કહી લાકડીથી દિવ્યાંગ વિધ્યાર્થિનીને માર માર્યો હતો ત્યારબાદ કોલેજ પ્રશાસને વિધ્યાર્થિનીના માતાપિતાને જાણ કરી હતી કે તેમની દીકરી બિમાર છે જેથી તેને લ ઇ જાઓ અને સારવાર કરાવો જેથી દિવ્યાંગ વિધ્યાર્થિનીના માતા પિતા તેને લાવી એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર માટે લાવ્યા હતા જ્યાં વિધ્યાર્થિનીએ સમગ્ર બાબતની જાણ પોતાના માતા પિતાને કરી હતી.વિધ્યાર્થિનીને પગમાં તથા જમણા હાથના અંગૂઠામાં ઇજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર વિભાગમાં મેડિકલ ચેકઅપ સાથે સારવાર આપવામાં આવી હતી. વિધ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરીની કોઈ ભૂલ ન હોવા છતાં તેને માર મારી કાઢી મૂકવામાં આવી છે આ અન્યાય થયો છે અને માટે જ વકીલ સાથે પરામર્શ બાદ આગળના પગલાં લઇશું તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top