Vadodara

કબીર સંપ્રદાયના ગુરુગાદી કબીર મંદિરના મહંત ખેમદાસ સાહેબના નાના ભાઈ શ્યામદાસ સાહેબ દેવલોક પામ્યા…

કબીર સંપ્રદાયના ગુરુગાદી કબીર મંદિરના મહંત ખેમદાસ સાહેબના નાના ભાઈ શ્યામદાસ સાહેબ દેવલોક પામ્યા, સમગ્ર કબીરપંથીઓમા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ

ગુરુગાદી કબીર મંદિર માંજલપુરના મહંત શ્રી ખેમદાસ સાહેબના નાના ભાઈ.શ્યામદાસ સાહેબ ગઈકાલ વૈશાખ સુદ પૂર્ણિમાના સાંજે દેવલોક પામ્યા હતા જેને લઈને આજે માંજલપુર કબીર મંદિર ખાતે વડોદરા તથા આજુબાજુના ગામડાઓ શહેરોમાંથી ભાવિ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા શ્યામદાસ સાહેબ 65 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા હતા.આજે તેઓના અંતિમ દર્શનાર્થે રાજકીય આગેવાનો, ધર્મગુરુઓ, સંતો તથા કબીરપંથના ભક્તો અહીં મોટી સંખ્યામાં આવ્યા હતા. શ્યામદાસ બાળપણ થી માંડીને 62 વર્ષની ઉમર સુધીમાં કબીર મંદિરમાં સેવા આપી હતી સાથે સાથે તેમનો કબીરપંથના પ્રચારમાં પણ બહુમૂલ્ય ફાળો રહ્યો છે. વૈશાખ સુદ પૂર્ણિમાના રોજ તેઓ દેવલોક પામ્યા હતા તેઓની સમાધિ મંદિર પરિસરમાં જ કરવામાં આવશે.

Most Popular

To Top