Vadodara

કપુરાઈમાં પીકઅપ વેન અડફેટે એક મહિલાનું મોત, ત્રણ ઘાયલ

કપુરાઈ વિસ્તારમાં ગંભીર અકસ્માત, પીકઅપ વેને બે એક્ટિવા ચાલકોને અડફેટે લીધા, એક મહિલાનું મોત નીપજ્યું, ત્રણ ગંભીર રીતે ઘાયલ, પોલીસ તપાસમાં જોડાઇ
વડોદરા : કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક પીકઅપ વેને બે એક્ટિવા ચાલકોને અડફેટે લીધા હતા, જેના કારણે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે.


આ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણે લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃત મહિલાના મૃતદેહનો પોલીસ દ્વારા કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તપાસ કરવામાં આવી રહી છે.


ઘટનાની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કપુરાઈ વિસ્તારમાં આવા ગંભીર અકસ્માતોની સંખ્યા વધી રહી છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, ઓવરસ્પીડ અને લાપરવાહી મુખ્ય કારણો તરીકે જોવા મળે છે.

પોલીસ દ્વારા અકસ્માતનું સંપૂર્ણ કારણ જાણવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે અને હાજર લોકો તથા સીસીટીવી ફૂટેજની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top