કપડવંજ: મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ફીડરો પર વધારે લોસ આવતા હોવાથી તેમના વીજલોસ ઘટાડવા ગેરકાયદેસર વીજચોરી કરનાર ચોરોને પકડી પાડવા માટે વર્તુળ અને વિભાગીય કચેરીના અધિકારીનાં માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટિમો બનાવીને દરોડા પાડવામાં આવ્યાં હતા. જેના ભાગરૂપે આજરોજ તા.12.08.2025 ના રોજ કપડવંજ તાલુકામાં કપડવંજ પેટા વિભાગીય કચેરીના કલાજી,હીરાપુરા, અલવા,કોટવાળના મુવાડા,મેનપુરા,નિરમાલી, વ્યાસ વાસણા, ભેજલી ,ભુગળીયા, લીલાજીના મુવાડા,ઝંડા,માંડવના મુવાડા,અબોચ, રધાજીના મુવાડા, લાલમાંડવા, ભોજાના મુવાડા,બેટાવાડા, વગેરે ગામોમાં વીજચકાસણી હાથ ધરવામાં આવી હતી તેમાં 19 જેટલા વીજચોરોને ઝડપી પાડયા હતા. આ વીજચોરી નો આશરે 5 લાખ રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો.જેના લીધે વીજચોરો માં વ્યાપક ફફડાટ વ્યાપી ગયો છે.