કપડવંજ: કપડવંજ શહેરમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કપડવંજ ટાઉનહોલ ખાતેથી સમસ્ત કપડવંજ આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આદિવાસી સમુદાયના યુવકો અને બાળકોએ પરંપરાગત પહેરવેશ ધારણ કરી રેલીમાં ફર્યા હતા.

રેલીમાં સમાજના અગ્રણીઓએ સમાજને વ્યસનથી મુક્ત રહેવા અને બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધારવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે કપડવંજ નગર સેવા સદનના ઉપપ્રમુખ નિરવ પટેલ, કારોબારી અધ્યક્ષ અલ્પેશ પંડ્યા,ભદ્રેશ સુતરીયા,જીગ્નેશ વસાવા,કપડવંજ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અનિલ વસાવા,પ્રજ્ઞેશ સોની,પ્રતિક ઓઝા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રેલીને સફળ બનાવવા સમાજના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
