કપડવંજ: કપડવંજનાં લેખિકા અને કવિયિત્રી જ્યોત્સના પટેલ ‘જ્યોત’ ની તેમની નવલિકા ‘મારી દીકરી’ માટે ડૉ. જાનકી સ્મૃતિ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલના હસ્તે એવોર્ડ વિજેતા જ્યોત્સના પટેલનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્વામિનારાયણ સંત દ્વારા આશીર્વચન આપવામાં આવ્યાં હતાં. મુરબ્બી માણેકલાલ પટેલ, પ્રખ્યાત લેખક અમૃત બાંટાઈવાલા તથા ગુજરાતભરમાંથી ઉપસ્થિત શબ્દ વાવેતર પરિવારના સાહિત્યકારોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની વાર્તાઓ અને નવલિકાઓ માટે સમયાંતરે વિવિધ પારિતોષિક મેળવનાર જ્યોત્સના પટેલ કપડવંજનું ગૌરવ છે.