પલસાણા: (Palsana) સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં (Patrolling) હતી. ત્યારે બાતમીના આધારે કડોદરા (Kadodara) સીએનજી પંપની સામે સર્વિસ રોડ પરથી 1.83 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પો (Tempo) સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. શુક્રવારે કડોદરા પોલીસમથક (Police) વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એક ટેમ્પોમાં વિદેશી દારૂ ભરી કડોદરા સીએનજી પંપની સામે આવેલા સર્વિસ રોડ પરથી સુરત તરફ જનાર છે. જેના આધારે એલસીબીએ સર્વિસ રોડ પર વોચ ગોઠવી બાતમીવાળા ટેમ્પોને ઊભો રાખી તેમાં પાછળના ભાગે તપાસ કરતાં તેમાંથી રૂ.1,83,600નો વિદેશી દારૂ તથા 4,94,620 રૂપિયાના મુદ્દામાલ સાથે ટેમ્પોચાલક ઝડપી પાડી મોહન તેમજ સુરતના અજાણ્યા ઇસમ મળી કુલ બે ઇસમને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ટેમ્પામાં પ્લાસ્ટિક દાણાની આડમાં લઇ જવાતા 7 લાખના દારૂ ઝડપાયો
પારડી : વલસાડ એલસીબીની ટીમે ટેમ્પામાં રૂ. 12 લાખના પ્લાસ્ટિક દાણાની આડમાં સંતાડી લઈ જવાતો રૂ. 7 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી છે. વલસાડ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે બગવાડા હાઈવે પર મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર પોલીસે ટેમ્પોને રોક્યો હતો. જેમાં તપાસ કરતા પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂ ભરેલા બોક્સ નંગ 117 જેમાં 3828 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ.7 લાખ 2 હજાર પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિજય ભાઈલાલ કોરીને ઝડપી પાડી આ દારૂનો જથ્થો કોણે ભરાવ્યો હોવાની પૂછપરછ હાથ ધરી હતી. દારૂનો જથ્થો ભરાવનાર રાજુભાઈ આહીર અને અન્ય એક ઈસમ સહિત બેને પોલીસે વોન્ટેડ બતાવી આગળની તપાસ હાથ ધરી હતી.
સાપુતારા ઘાટમાં દ્રાક્ષનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ગયો
સાપુતારા : મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દ્રાક્ષનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો ન. જી.જે.05.બી.એક્સ.6793 શામગહાનથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં નાનાપાડા સાકરપાતળ વચ્ચે ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગયો હતો. આ અકસ્માતનાં બનાવમાં દ્રાક્ષનાં જથ્થા સહીત આઈસર ટેમ્પાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નજીવી ઇજાઓ પહોચવાની સાથે તેઓનો ચમત્કારીક બચાવ થયો હતો.