Vadodara

ઓમ હાઉસિંગ સોસાયટીના 150 પરિવારની માંગ ટીપી 17 કેન્સલ કરો..

રસ્તા બાબતે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, સૂત્રોચ્ચાર અને બેનર સાથે વિરોધ વ્યક્ત કરાયો

વડોદરા શહેરમાં રહેતા નાગરિકોની હાલત એવી થઇ ગઈ છે કે હવે પાયાની સુવિધાઓ માટે પણ વિરોધ કરવો પડી રહ્યા છે. ત્યારે આજરોજ શહેરના ગોત્રી વિસ્તારની એક સોસાયટીના રહીશોને રસ્તા મુદ્દે રસ્તા પર ઉતરી વિરોધ કરવાનો વારો આવ્યો છે. ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા રસ્તા મુદ્દે સુત્રોચાર તેમજ બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.


શહેરના ગોત્રી વિસ્તારના ગોકુલ પાર્ટી પ્લોટની સામેના ભાગે ઓમ હાઉસિંગ સોસાયટી આવેલી છે. અહીંયા રહેતા સ્થાનિકોને મુખ્ય માર્ગ જ બંધ થતો હોવાથી ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેથી સ્થાનિકો તંત્ર સામે મેદાને આવ્યા છે. સ્થાનિકો રસ્તા મુદ્દે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. સ્થાનિકો હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. બૅનરોમાં સરકારની જોહુકમી નહિ ચાલે, અમારો રસ્તો પાછો આપો, ટી.પી૧૭ કેન્સલ કરો, અમારો રસ્તો પાછો આપો જેવા અનેક સૂત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ સ્થાનિકો દ્વારા રસ્તા પર ઉતરી તંત્ર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, અમારો સોસાયટીનો રસ્તો બંધ થતો હોવાથી ભવિષ્યમાં અહીંયા રહેતા લોકોને મુશ્કેલી પડે તેમ છે. લગભગ પોણા બે વર્ષથી આ જ સમસ્યા ચાલી રહી છે. આ અંગે 6-1-2023થી ટાઉન પ્લાનિંગમાં તેમજ વિવિધ તંત્ર સહીત કોર્પોરેટરો, ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરેલી છે. પરંતુ તેમ છતાંય આ અંગે યોગ્ય નિરાકરણ આવ્યો નથી. આ અંગે ફક્ત મૌખિકમાં જ એવો આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ રસ્તો બંધ નહિ થાય. લેખિતમાં કોઈ પુરાવા આપ્યા નથી. જેથી આજે અમે આ મુદ્દે રસ્તા પર ઉતરી વિરોધ કરવા મજબુર બન્યા છે.

Most Popular

To Top