Vadodara

એલ એન્ડ ટી નૉલેજ સિટી પાસે પિક અપ વાને અડફેટે લેતા બાઇક સવાર બે ભાઈના મોત

વડોદરા:વડોદરા સુરત નેશનલ હાઇવે પર એલ એન્ડ ટી નોલેજ સીટી બહાર હાઇવે પર અકસ્માતમાં બેનાં ભાઈના મોત થયા છે.આજવાથી વાઘોડિયા ચોકડી તરફ જવાના હાઇવે પર આ અકસ્માત થયો હતો. પિકઅપ મીની ટેમ્પો એ બાઈક સવાર ને અડફેટે લીધા બાદ અકસ્માતમાં બાઈક પર સવાર બે ના મોત થયા હતાં .અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં રોહિત વર્મા અને શ્રવણ વર્માના મોત થયા હતા જયારે કરણ વર્મા સારવાર હેઠળ છે. ત્રણે ભાઈઓ શાકભાજીનો ધંધો કરતા હતા અને લસણ લઈને જતા હતા..

Most Popular

To Top