Vadodara

ઉત્તર ઝોનની 2021થી લટકતી દરખાસ્ત ફરી મુલતવી, પૂર્વ ઝોનમાં 2 કરોડનું કામ મંજૂર

સ્થાયી સમિતિની બેઠકમાં 10 દરખાસ્તોમાં 9 મંજૂર અને એક મુલતવી

સ્થાયી સમિતિ દ્વારા ખર્ચ અંગે પુનઃવિચારણા કરવા અને અલગથી નવી દરખાસ્ત રજૂ કરવાની સૂચના

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે યોજાયેલી બેઠકમાં કુલ 10 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાંથી 9 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે જ્યારે એક દરખાસ્તને ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. મુલતવી કરાયેલી દરખાસ્ત ઉત્તર ઝોનના વોર્ડ નંબર 5, 7 અને 8 સાથે સંબંધિત છે. કોરોના સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં બેરીકેડ માટે કરાયેલા કામની દરખાસ્ત વર્ષ 2021થી સતત મુલતવી રાખવામાં આવી રહી છે. આજે ફરી એકવાર આ દરખાસ્ત સામે આવતાં સમિતિએ ખર્ચ અંગે પુનઃવિચારણા કરવા અને અલગથી નવી દરખાસ્ત રજૂ કરવાની સૂચના આપી છે. પરિણામે આ દરખાસ્તને મંજુરી આપવામાં આવી નથી.

વધારાની એક દરખાસ્તમાં પૂર્વ ઝોનમાં વિવિધ માર્ગ પરિસરમાં પાણી માટી, હાર્ડ મુરમ, રોડા છારૂ, સ્ટોન ડસ્ટ (ક્વોરીડસ્ટ) અને કોલ્ડ મિક્સ પાથરવાના કામ સાથે સંબંધિત હતી. આ કામગીરી વાર્ષિક ઇજારા આધારે રૂ. 2 કરોડની નાણાકીય મર્યાદામાં કરવા માટે મહાલક્ષ્મી કન્સ્ટ્રક્શનને કામ સોંપવામાં આવશે. રજૂ કરાયેલ દર અંદાજીત રકમ કરતાં 12 ટકા ઓછો હતો. આ દરખાસ્ત કમિશનરની ભલામણ મુજબ સમિતિએ મંજૂર કરી છે.

Most Popular

To Top