દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાએ અનેક સલ્તનતની ચડતીપડતી જોઈ છે અને એનો આગવો ઇતિહાસ પણ સચવાઇ રહ્યો છે.પણ ગત પ્રજાસત્તાક દિને બનેલી ઘટનાએ આપણને દિગ્મૂઢ કરી દીધા છે. સરકારો તો આવશે અને જશે અને એની સામે સાચાં કે ખોટાં આંદોલનો પણ થતાં રહેશે.પણ ગત સપ્તાહે આંદોલનને નામે જે કંઈ બન્યું તે નહોતું બનવું જોઈતું.
એક તરફ રાજહઠ અને બીજી તરફ પ્રજાના એક વર્ગની મમતનો ભોગ આપણી લોકશાહી બની ગઇ. આને સોનાની થાળીમાં લોઢાની મેખ કહી શકાય. આટલી મોટી સંખ્યામાં પોલીસ અને બીજી તરફ અનેક સીકયુરીટી એજન્સીઓ તૈનાત હોવા છતાં કિલ્લાની અંદર પ્રવેશી છેક રાંગ ઉપર પહોંચી રાષ્ટ્રધ્વજને સ્થાને અન્ય કોઇ ધ્વજ તોફાનીઓ રોપી આવે એ વાત જ કોઇને ગળે ઊતરે એમ નથી.એટલું ગાંઠે બાંધવું રહ્યું કે દેશ અને પ્રજા લોકશાહીના આધારસ્તંભ છે.એમાં આવું હરગીઝ ચલાવી ન લેવાય. આ કાળ તો વીતી જશે પણ આ કલંક કેમ કરીને મીટાવીશું?
સુરત – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.