Charchapatra

આવનારા દિવસોમાં સુરત એરપોર્ટની ચકમક વધુ ખીલી ઉઠશે

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું સપનુંઆખરે સાકાર થયું. કાયમી માટે હવે એરપોર્ટ 24 કલાક ચાલુ રહેશે. કાયમી ધોરણે હવે પ્રગતિના પંથે આગળ વધે અને ભવિષ્યમાં ફલાઇટોની સંખ્યામાં વધારો થાય. તા.23મી ઓગસ્ટથી જામનગર, ભુજ પણ ચાલુ થશે, ખબર ગુજરાતમિત્રમાં વાંચી ઘણો આનંદ થયો. કચ્છના તહેવારોમાં જવા માટે શોખીન સુરતીઓને હવે ભુજ ફલાઇટનો લાભ થશે. ચેન્નાઇ, કલકત્તા, બેંગલોર, અયોધ્યાની ફલાઇટ પણ ચાલુ થાય તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો લાભ પણ હવે સુરત એરપોર્ટને મળશે તેવી આશા કરી રહ્યા છે.

સિંગાપોર, ન્યૂઝીલેન્ડની ફ્લાઇટ પણ ચાલુ થશે. આ બાબતમાં પણ અગાઉ ગુજરાતમિત્રમાં સમાચાર પ્રસિધ્ધ થઇ ચૂકયા છે. હવે પછીના આવનારા દિવસોમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે સગવડો અધુરી છે તેમાં અધિકારી ધ્યાન આપી વધુને વધુ કામ આગળ પ્રગતિપંથે ચલાવશે. હવે દેશ વિદેશથી આવનાર પ્રવાસીઓની આશા હવે પૂર્ણ થશે. એરપોર્ટમાં હવે લીકર શોપનું લાયસન્સ આપી જેમ બને તેમ જલ્દી શોપ ચાલુ કરાવવા સરકારને વિનંતી છે. હવે પછીના આવનારા દિવસોમાં સુરત એરપોર્ટની ચકમક વધુ ખીલી ઉઠશે.
ગોપીપુરા, સુરત-  ચેતન અમીન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રજાએ પુરુષાર્થને માર્ગે વળવું પડશે
આપણી ગરીબી, બેકારી, પછાતપણા, ગંદકી અને બેહાલીના અનેક કારણો છે. એક મોટું કારણ મહેનતની વૃત્તિનો અભાવ છે. સરકારે પણ માથે રહીને લોકોને વધુ ને વધુ આળસુ અને સરકારી સહાય પર નિર્ભર બનાવ્યા છે. જેથી એને રાજકીય લાભ મળતો રહે પણ પ્રજાએ સ્વૈચ્છિક રીતે આ લાચારી છોડીને પુરુષાર્થને માર્ગે વળવું પડે. જાતે મહેનત કર્યા વિના સરકાર કે બીજી કોઈ સંસ્થા પાસેથી દાન કે ધર્મદા મેળવવાની વૃત્તિ અંને રાષ્ટ્રનું ખમીર જ હણી લેશે.
વિજલપોર, નવસારી- ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top