વાપી : પારડીના પરિયા ગામ(Paria village) ની કિશોરીનું અપહરણ (Kidnapping) કરવા કિશોરીની માતા અને કૌટુંબિક (family) ભાઈ ઉપર કુહાડીથી હુમલો (Attack) કરી હત્યાનો પ્રયાસ કરી કિશોરીનું (Teenager) અપહરણ કરી જંગલમાં(forest) લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરનાર અને આખા વલસાડ જિલ્લાની પોલીસને રાત-દિવસ દોડતી કરનારા આરોપીની જામીન અરજી વાપી કોર્ટે નામંજૂર કરી હતી.આ કેસની વિગત એવી છે કે, પરીયા ગામે રહેતી એક મહિલાની 17 વર્ષીય પુત્રીને ગામમાં જ રહેતો રોમિયો અને આવારાગીરી કરતો યુવક સુનિલ જયેશ પટેલ તેના મિત્ર સાથે આવી બળજબરી પૂર્વક સગીરાને ભગાડી લઇ જંગલમાંગયો હતો. ઘટનાની જાણ થતા પારડી પોલીસ, એલસીબી, વલસાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીને પકડવા પ્રથમવાર ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો.
આરોપીની જામીન અરજી નામંજૂર થઇ
કિશોરીનું અપહરણ કરવા કિશોરીની માતા અને કૌટુંબિક ભાઈ ઉપર કુહાડીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી કિશોરીનું અપહરણ કરી જંગલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરનાર અને આખા વલસાડ જિલ્લાની પોલીસને રાત-દિવસ દોડતી કરનારા આરોપી સુનિલ જયેશ પટેલની પારડી પોલીસ દ્વારા ગુનામાં ધરપકડ કરી તેની સામે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આરોપીએ જામીન મુક્ત થવા વાપી કોર્ટમાં કરેલી જામીન અરજી સંદર્ભે વાપીના સ્પેશિયલ જજ કે. જે. મોદીએ ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
પોલીસ માટે ડ્રોન હવે મજબૂત સહારો
અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રોનનો ઉપયોગ ગુનાઓ ઉકેલવા માટે અને સર્વેલન્સ માટે ખૂબ જ મહત્વનો સાબિત થઇ રહ્યો છે. કોમી તોફાનોમાં તો તેનો ઉપયોગ ખૂબ જ અસરકારક રીતે થઇ શકે છે. સુરત પોલીસે લોકડાઉન દરમિયાન સોસાયટીની અંદર કોમન પ્લોટમાં કે પછી શેરી મહોલ્લાની અંદર ટોળા કરતાં લોકોને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને તેમાં તેમને ધારેલી સફળતા પણ મળી હતી. આજે શનિવારે સુરત જિલ્લા પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો તો હવે વલસાડ પોલીસે પણ આરોપીને પકડવા ડ્રોનનો ઉપયોગ કરીને સાબિત કરી આપ્યું છે કે, પોલીસ પણ હવે હાઇટેક થઇ રહી છે.