Vadodara

આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિએ લોકોને જાગૃત થવાની અપીલ કરી.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિએ લોકોને જાગૃત થવા અને સરકારને આરોગ્ય બાબતે સુધારા કરવાની અપીલ કરવામાં આવી.

વર્તમાન સમયમાં યુવાઓ હ્રદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાઇરોઇડ વિગેરે જેવી અનેક બિમારીઓના ભોગ બની રહ્યા છે તેની પાછળનું મહત્વનું એક કારણ છે ભેળસેળયુક્ત ખોરાક, ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી. આજે મરી મસાલામાં ભેળસેળ, પ્લાસ્ટિકના ચોખા, દૂધમાં મિલાવટ, ત્યાં સુધી કે કાચા ફળો કે જેને આપણે ફળોથી સ્વાસ્થ્ય સારું રહે છે તેવા ફળોમાં પણ કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે પપૈયા, કેળાં પકવવા કેમિકલ તથા ઇન્જેક્શન વપરાય છે તદ્પરાંત શાકભાજી પર સ્વાસ્યને હાનિકારક પેસ્ટિસાઇડ્સ નો ઉપયોગ કરવામાં આવે છે એટલે આજે લોકોના આરોગ્ય સાથે ખતરનાક ચેડાં કરવામાં આવી રહ્યાં છે તદ્પરાંત બજારમાં રેસ્ટોરન્ટ,હોટલોમા પણ ડિપ ફ્રિજરમા સંગ્રહ કરેલા ખાદ્યપદાર્થો પીરસવામાં આવે છે વાર તહેવારે શુધ્ધ ઘીની મિઠાઇ,માવાની મીઠાઈ પણ હવે ભેળસેળયુક્ત જ મોટાભાગે હોય છે બીજી તરફ સરકાર દ્વારા આરોગ્ય અંગે તટસ્થતાથી કાર્યવાહી કરવામાં આવતી નથી પાલિકા નું આરોગ્ય વિભાગ કોઇપણ પ્રકારના ખાદ્યપદાર્થોના નમૂના લે તેના રિપોર્ટ પંદર દિવસ થી એક મહિના બાદ આવતા હોય છે ત્યાં સુધી તો ઘણા લોકો એવો ખાદ્યપદાર્થ આરોગી ચૂક્યા હોય છે ત્યારે પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિએ સરકારે સરકાર તથા લોકોને અપીલ કરી છે કે,આધુનિક સાધનો સહિતની ટીમ તૈયાર કરવી જોઈએ જેથી જલ્દી રિપોર્ટ આવે અને ભેળસેળિયા તત્વો પર આજીવન કેદ થી માંડીને સખત સજાની જોગવાઈ કરવામાં આવે તો જ સુધારો થ ઇ શકશે. વર્તમાનમાં લોકોએ ખાસ કરીને મહિલાઓએ જાગૃત થવું પડશે અને એક જન આંદોલન કરીને આરોગ્યની દિશામાં સુધારો કરવા સરકારને જાગૃત કરવી પડશે.આજે લોકોનું સરેરાશ આયુષ્ય 50 થી 60 વર્ષનું રહી ગયું છે અગાઉ લોકો સો સવાસો વર્ષ સુધી જીવતા હતા લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવતા હતા તેનું કારણ ત્યારે ભેળસેળ ન હતી પરંતુ અત્યારની પરિસ્થિતિ ખૂબ વિકટ બની છે નાના નાના બાળકો બાળપણથી બિમારીઓનો ભોગ બની રહ્યાં છે જે ખૂબ ચિંતાનો વિષય છે લોકોએ તથા સરકારે આરોગ્ય અંગેની ચિંતા સાથે જાગૃત થઈ જરુરી આકરાં પગલાં લેવાની,સજાની જોગવાઇ સુધારવાની, આરોગ્ય વિભાગના કર્મચારીઓ વધારવા, આધુનિક સાધનો વસાવવા તથા ઠેરઠેર આરોગ્ય વિભાગ દ્વારા સખત ચેકીંગ હાથ ધરવાની જરુર છે.

Most Popular

To Top