Vadodara

આણંદ અમૂલ ડેરીના એમડીને ડોક્ટરેટની પદવી એનાયત કરાઇ

આણંદ તા.12
આણંદ અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસને અમિટી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવી એનાયત કરવામાં આવી છે. ગ્વાલિયર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમિટી યુનિવર્સિટીના ચાન્સેલર ડો. અસીમ ચૌહાણ, લેફ્ટનન્ટ જનરલ પ્રો. ચાન્સેલર વી. કે. શર્મા, વાઇસ ચાન્સેલર પ્રો. ડો. અનિલ વશિષ્ઠ દ્વારા મેનેજમેન્ટમાં પ્રતિષ્ઠિત માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે કુમાર મંગલમ્, અરુણ ભગતરામ, અજય જી પીરામલ, આદિ ગોદરેજ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
આણંદ અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ 32 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. જેમાંથી 30 વર્ષથી ડેરી ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેઓ તેમના પિતાથી ખૂબ જ પ્રેરિત થયા છે, જેમણે ડો. વર્ગીસ કુરિયન સાથે પણ કામ કર્યું છે. તેઓએ ઇરમામાંથી એડવાન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં વિશેષતા પ્રાપ્ત કરી, કેમિકલ ફેક્ટરીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓે અમૂલ ડેરીમાં ડીજીટલાઇજેશન, ડેરી પ્લાન્ટ ઓટોમાઇજેશન, ઇન્સ્ટ્રુમેન્ટલ કંટ્રોલ અને સસ્ટેનિબિલિટીનું સફળ નેતૃત્વ કર્યું છે. ડો. અમિત વ્યાસને ગત વર્ષે આઈડીએ ફેલોશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Most Popular

To Top