બંને રેસિડેન્ટ તબીબો વચ્ચે સર્જિકલ વોર્ડમાં જ નજીવી બાબતે મારામારી થઈ હતી સમગ્ર મામલો ઉપર સુધી તથા પોલીસ ફરિયાદ સુધી પહોચ્યો..
ડો.રૂહુલ અલી સૈયદના આક્ષેપો મુજબ ડો.સમીર છેલ્લા એક વર્ષથી તેમની સાથે ઝઘડતો અને પરેશાન કરતો હતો…
(પ્રતિનિધિ) વડોદરા તા. 26
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ કે જ્યાં દરરોજના હજારો દર્દીઓ વડોદરા શહેર જિલ્લા ઉપરાંત રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી સારવાર અર્થે આવતા હોય છે . છેલ્લા ઘણાં સમયથી હોસ્પિટલ હવે વિવિદોમા ઘેરાયેલી રહે છે અહીં અવારનવાર કોઇને કોઇ મોટા વિવાદો બની રહ્યા છે જેના કારણે એસ.એસ.જી.હોસ્પિટલની શાખને નુકસાન થયું છે.થોડાક દિવસો પહેલાં જ હોસ્પિટલ પરિસરમાં કરપીણ હત્યા ની શાહી હજી તો બરાબર સુકાઇ નથી ત્યાં તો હોસ્પિટલનો નવો વિવાદ સામે આવ્યો છે.
અહીં આજરોજ સર્જીકલ વોર્ડમાં બે રેસિડેન્ટ તબીબો વચ્ચે પ્રિન્ટ કાઢવા જેવી નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો બિચકતા મારામારી થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે એસ.એસ.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં ફર્સ્ટ રેસ્ટોરન્ટ તબીબ ડો.રૂહુલ અલી સૈયદ વોર્ડમાં પ્રિન્ટ કાઢી રહ્યા હતાં તે જ દરમિયાન ફર્સ્ટ રેસિડેન્ટ તબીબ ડો.સમીર પણ પ્રિન્ટ કાઢવા માટે આવ્યા હતા અને અહીં બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલતી અનબન વધુ વણસી હતી અને બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ડો.સમીર કે જેઓ ભાવનગરના રહેવાસી છે તેમણે ડો.રૂહુલ અલી સૈયદને ડો.સમીરે છાતીમાં ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને દાઢી ખેંચી લીધી હતી તથા પેનથી હાથ અને પીઠ પર હૂમલો કર્યો હતો ડો.રૂહુલ ના આક્ષેપો મુજબ છેલ્લા એક વર્ષથી ડો.સમીર કબરિયા કોઇને કોઇ કારણોસર ઝઘડો કરતો હતો.આજની ઘટનાને પગલે ડો.રૂહુલના કાકા પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.ડો.રૂહુલ અલી સૈયદ ડીપ્રેશનની દવા લે છે.આ સમગ્ર મામલે રૂહુલ અલી સૈયદે હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ને તથા ડો.સમીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.