હાલોલના બાસ્કા નજીક કન્ટેનરમાં પીકપ ડાલુ ઘૂસી જતા અકસ્માત સર્જાયો

હાલોલ: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામેથી અસ્થી વિસર્જન કરવા ડભોઇ નજીક ચાણોદ જવા નીકળેલા પરિવારને આજે સોમવારે હાલોલ તાલુકાના બાસ્કા નજીક આવેલ ઉજેતી ગામ પાસે અકસ્માત નડતા ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મા હાલોલની રેફરલ હોસ્પિટલ મા લઈ જવામા આવ્યા હતા.

પરિવારના તેર સભ્યો અસ્થિ વિસર્જન માટે જઇ રહ્યા હતા,ત્યારે સર્જાયેલા અકસ્માત મા એક બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી, તો એક ઇસમનો હાથ ભાંગી જતા તેને સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામા આવ્યા હતા.

જ્યારે અન્ય લોકો ને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી સારવાર આપવામા આવી હતી. તમામ લોકો નાદરવા ગામના ડેરી ફળિયાના રહીશો હતા અને પરિવારમા મરણ પામેલા મહિલાના અસ્થી વિસર્જન માટે ચાણોદ જવા નીકળ્યા હતા. તે દરમ્યાન અક્સ્માત નડ્યો હતો.