Chhotaudepur

અર્જુનનાથ મહાદેવ મંદિર બચાવવા સંખેડાએ સજ્જડ બંધ પાડ્યો

સંખેડાના અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા માટે ગ્રામજનો આક્રમક મૂડમાં આવી ગયા છે. નદી કિનારે સંરક્ષણ દીવાલ બનાવીને મંદિર બચાવવાની માંગણીને લઇને સંખેડાના બજારો શુક્રવારે સજ્જડ બંધ રહ્યા હતા.



સંખેડાના પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા ગ્રામજનો આંદોલનના માર્ગે છે અને આજે સંખેડા બંધનું એલાન આપતા સંખેડાના બજારો સજ્જડ બંધ રહ્યા છે.


સંખેડા હાંડોડ રોડ પર ઉચ્છ મળી કિનારે આવેલું પાંડવ કાલીન પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર ભેખડ ધસી જાય તો જળમગ્ન બને તેવી સ્થિતિમાં આવી ગયું છે. વર્ષ 2022 ના જુલાઈ મહિનામાં ઉચ્છ નદીમાં ભારે પુર આવતા અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળના નકુલેશ્વર મહાદેવ મંદિરે જલ સમાધિ લઈ લીધી હતી. ત્યારે અર્જુનનાથ મહાદેવની નીચેથી પણ થોડી માટી ધસી પડી હતી. જેને લઇને અર્જુન નાથ મહાદેવ મંદિર ગમે ત્યારે નદીમાં જળ સમાધિ લઈ લે તેવી સ્થિતમાં છે.આ મંદિર પાંડવ કાલીન મંદિર હોવાની માન્યતા પણ રહેલી છે,



આ મંદિર પંથકમાં લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે.લોકોમાં આ મંદિર પ્રત્યે અપરા શ્રદ્ધા જોવા મળે છે, દર સોમવાર તથા શ્રાવણ મહિનામાં મંદિરે ભારે ભીડ પણ જોવા મળે છે.ત્યારે આ મંદિર જળ સમાધિ ના લે તે માટે સંખેડાના ગ્રામજનો છેલ્લા અઢી વર્ષથી ઉચ્છ નદી કિનારે સંરક્ષણ દીવાલની માંગણી કરી રહ્યા છે.



પરંતુ તંત્ર દ્વારા માંગણી નહિ સંતોષાતા બે દિવસ પહેલા સંખેડા મામલતદાર અને છોટા ઉદેપુર જીલ્લા કલેકટરને પોતાની માંગણી ની રજૂઆત કરીને આજે સંખેડા બંધનું એલાન આપ્યું હતું. આ બંધને લઇને સંખેડાના બજાર સજ્જડ બંધ રહેવા પામ્યા છે.

આગામી દિવસોમાં સંખેડા nગ્રામજનોની અર્જુનનાથ મહાદેવ મંદિર પાછળ સંરક્ષણ દીવાલ બનાવવાની માંગણી નહિ સંતોષાય તો ભૂખ હડતાળ કરવાની પણ ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે.


સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા

Most Popular

To Top