મોડાસા : સમગ્ર દેશમાં કરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે દરરોજ બે હજારથી વધુ કેસ સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે ૧ એપ્રિલથી રાજ્યની તમામ આંતરરાજ્ય સરહદો પર ચેકપોસ્ટ ઉભી કરી અન્ય રાજ્યમાંથી પ્રવેશતા લોકો માટે ૭૨ કલાક પહેલા RT-PCR ટેસ્ટમાં નેગેટીવ હોય તો જ રાજ્યમાં પ્રવેશ મળશેની જાહેરાત કરવામાં આવી હતું.
અરવલ્લી જીલ્લાની જાણીતી આંતરાજ્ય ચેકપોસ્ટ રતનપુર ચેકપોસ્ટ સહીત અન્ય ચેકપોસ્ટ પર સવારે આરોગ્ય કર્મીઓ ૧૦ વાગ્યા સુંધી ન પહોંચતા આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા હતા ચેકપોસ્ટ પર પોલીસકર્મીઓ વાહનચાલકો પાસે આરટીપીસીઆર રિપોર્ટ તપાસ કરવા મજબુર બન્યા હતા આ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા ઉંઘતુ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું અને ચેકપોસ્ટ પર આરોગ્યની ટીમ કામગીરીમાં જોતરાઈ હતી.
અરવલ્લી જીલ્લા આરોગ્યતંત્રની બેદરકારીના પગલે રાજસ્થાનમાંથી અનેક લોકો બે રોકટોક પ્રવેશી ચુક્યા હતા જીલ્લા આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણ અટકાવવા કાગળ પર ઘોડા દોડાવ્યે રાખતું હોવાનું લોકો અહેસાસ કરી રહ્યા છે જીલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય તંત્ર નિષ્ફ્ળ રહ્યું હોય તેમ સતત કોરોના સંક્રમીત દર્દીઓ વધી રહ્યા છે.
અરવલ્લી જીલ્લાની તમામ આંતરરાજ્ય સરહદ પર પોલીસતંત્ર ખડેપગે જોવા મળ્યુ હતું અને રાજસ્થાનમાંથી પ્રવેશતા લોકો પાસે ૭૨ કલાક પહેલા કરાવેલ RT-PCR ટેસ્ટના રિપોર્ટની ચકાસણી કરી જે મુસાફરો પાસે RT-PCR નો રીપોર્ટ ન હોય તેમને પરત મોકલવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય સરકારના નિર્ણયથી અજાણ અનેક વાહનચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર RT-PCR રિપોર્ટ ફરજીયાત કરાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા મુસાફરોએ રિપોર્ટ આપવો પડશે. શામળાજીની રતનપુર બોર્ડર પાર ચેકપોઇન્ટ ઉભા કરાયા છે. આખરે પોલીસ જ RT-PCR રિપોર્ટની તપાસ શરુ કરી હતી. ૭૨ કલાકમાં કરાવેલ રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવામાં આવશે.
અરવલ્લીની ૮ બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને બોર્ડર વિસ્તારમાં પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. અરવલ્લીની રાજસ્થાન બોર્ડર પર આરોગ્ય વિભાગ ઉંઘતું રહ્યું હોય તેમ સવારે ૧૦ વાગ્યા સુધી એક પણ ચેકપોસ્ટ પર આરોગ્ય કર્મી ફરક્યો ન હતો RT-PCR રિપોર્ટ આજથી ફરજિયાત છતાં અમલ શરૂ કરવામાં વિલંબ થતા અનેક લોકો બેરોકટોક પ્રવેશી ચુક્યા હતા.