અમેરિકા અને પાશ્ચાત્ય દેશોમાં સહુથી વધારે સંકલન હોય તો બુધ્ધિ અને પૈસાનું આ દેશોની મોટા ભાગની પ્રજા મહેનત, સિસ્ટમ અને અનુશાસનમાં માને છે. કાયદાનું ત્યાં ચુસ્તપણે પાલન થાય છે. કાયદાને ત્યાંની પ્રજા ધર્મ જેટલો આદર કરે છે. ત્યાંની પ્રજાએ સમય, શકિત અને રૂપિયાનો યોગ્ય આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે ઉપયોગ કર્યો છે. આધુનિક ઉંચી જીવનશૈલી અને નવી શોધો વિકસાવી આ ગોરી પ્રજાએ બુધ્ધિ અને પૈસાના જોરે દુનિયાભરનું બુધ્ધિધનને ભેગુ કરવામાં કશીયે કચાસ નથી રાખી. હા, ગ્લોબલ વોર્મિંગની પૂર્વ ભૂમિકા એણે જ ઘડી છે, પણ દરેક ક્ષેત્રમાં દીર્ઘ દ્રષ્ટિભર્યું સંકલન સાથે આર્થિક, ઇકોનોમીકલી ઉપયોગથી અમેરિકા આગળ છે.
બામણિયા – મુકેશ બી. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.