Vadodara

અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક ટ્રકનો ચાલક ગંભીર

ટ્રકના કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને ફાયર બ્રિગડે પતરા કાપી બહાર કાઢ્યો.

ડીઝલ ખતમ થતાં ઊભી રાખેલી ટ્રકમાં પાછળથી અન્ય ટ્રક ઘૂસી ગઈ, બે ત્રણ કિલોમીટર સુધી હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો.

વડોદરા તા.31
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્લીનરને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે પાવડર ભરેલી ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ જતા ફાયર બ્રિગેડે દોડી આવી પતરા કાપીને તેને બહાર કાઢીી ખસેડ્યો હતો.તેની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતના પગલે ટોલબુથથી દુમાડ ચોકડી સુધી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઇવે ઓથોરિટી અને પોલીસે દોડી આવી રોડ પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી.
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 24 કલાક વાહનો ધમધમતા હોય છે. અવારનવાર આ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે પરથી રેલવેના પાટા ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી પરંતુ ડીઝલ ખતમ થઈ જવાના કારણે ચાલકે વડોદરા પાસે ટ્રક સાઈડમાં ઊભી રાખી હતી. બુધવારે અમદાવાદ તરફથી પાવડર ભરીને આવતી ટ્રક ચાલકને વહેલી સવારે વધારે પડતું ધુમ્મસ હોવાના કારણે નહિ દેખાતા રેલવેના પાટા ભરેલી ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને ટ્રકના ચાલક સહિત ત્રણ લોકો બેઠેલા હતા. જેમાંથી પાવડર ભરેલી ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચવી હોય સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતની ઘટના અંગે ફાયબ્રિગેડને જાણ થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ટીમે ટ્રકમાં ફસાઈ ગયેલા ચાલકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ડ્રાઇવરની હાલત ગંભીર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. અકસ્માતના પગલે ટોલબુથથી દુમાડ ચોકડી સુધી અંદાજે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે અમદાવાદ થી વડોદરા તરફ નો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વાહનોની લાંબી કટારો જમવાના કારણે લોકોએ બે થી ત્રણ કલાક હેરાન થવું પડ્યું હતું. હાઇવે ઓથોરિટી અને પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી ટ્રક હટાવવી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top