અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક કરજણ તાલુકાના એક મહિલાની ઓળખ મેળવવા માટે તેના ભાઈના ડીએનએ લેવાની જરૂરત ઊભી થતા કલેકટર ડો. અનિલ ધામેલિયાએ એક તબીબને તાબડતોબ મુંબઈ મોકલ્યા છે.
કરજણ પ્રાંત અધિકારી શ્રી શિવમ બારીઆએ જણાવ્યું કે સાંસરદા ગામના આમદ વલી તાજુ, અલ્તાફ હુસેન પટેલ તથા તાજુ હસીનાબેન વલી ભાઈ એર ઇન્ડિયાના પ્લેનમાં હતા.
ઉક્ત બંને પુરુષોના ડીએનએ મેળવી લેવાયા છે. પણ હસીનાબેનના ભાઈ મુંબઈ ખાતે મીરા રોડ ઉપર રહેતા હોવાથી તેમના સેમ્પલ લેવા માટે જિલ્લા આરોગ્ય તંત્રના મેડિકલ ઓફિસર ડો. જિગ્નેશ વસાવાને તત્કાલિક ટ્રેન મારફત મુંબઈ મોકલવામાં આવ્યા છે. તેઓ કાલ સવારે પ્લેન મારફત સેમ્પલ લઇ સીધા અમદાવાદ પહોંચશે.