AHEMDABAD : અમદાવાદ શહેરના શાહીબાગ (SHAHIBAUG) વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સની એસીબી (ACB) ની ટીમે પાંચ કરોડના મેન્થામ્ફેટામાઇન નામના માદક પદાર્થ (DRUGS) ના જથ્થા સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યની એટીએસ ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે શાહીબાગના રેલવે ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને રોકી તેની પૂછપરછ કરતાં તેણે તેનું નામ મોહંમદ સુલતાન મોહંમદ ફિરોજ શેખ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતાં તે મુંબઇના જોગેશ્વરી સ્થિત પ્રેમનગરમાં આવેલી ન્યુ મસ્જિદ ગલીમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની પાસેની બેગમાં તપાસ કરતાં પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને રાખવામાં આવેલા એક કિલોગ્રામ મેન્થામ્ફેટામાઇન નામનો માદક પદાર્થ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પાંચ કરોડ થવા જાય છે. આ જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.કે. ભરવાડ તથા ડી.બી. બસિયાની ટીમે આરોપીની પૂછપરછ કરતા આરોપી મહંમદ સુલતાન મહંમદ ફિરોજ શેખે આ ડ્રગ્સનો જથ્થો અજમેર શરીફ દરગાહના વસીમ નામના ખાદીમ દ્વારા 18 જાન્યુઆરીની રાત્રીએ મુંબઈની શાલીમાર હોટલ પાસે પહોંચાડવામાં આવ્યો હતો, ત્યારબાદ આરોપી મોહંમદ સુલતાન મુંબઈથી આ ડ્રગ્સનો જથ્થો લઇ ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેસી અમદાવાદ આવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો અજમેર શરીફ દરગાહના ખાદીમ વસીમના કહેવાથી અમદાવાદની મુસા સુહાગ કબ્રસ્તાન સામે આવેલા મંદિરની બાજુમાં એક લાલ રંગની ટી-શર્ટ વાળા શખ્સને આપવાનો હતો.
જોક આ મેન્થામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો બાતમીવાળા શખ્સને આપે તે પહેલા એટીએસની ટીમે આરોપી મહંમદ સુલતાનની ધરપકડ કરી લીધી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.