Charchapatra

અભિગમ

અભિગમ એટલે ઉપદેશ સાંભળવાથી થતું જ્ઞાન, વિષયની વ્યક્તિનિષ્ઠ સમજ- એપ્રોચ અને સામે જઈને કરવામાં આવતો સત્કાર. માનવજીવનમાં તકલીફ તો આવવાની. વિકટ સંજોગો ઊભા થાય તે સમયે આપણે કેવો અભિગમ રાખીએ છીએ, એના પર આગામી જીવન આધારિત હોય છે. સમય સાથે ચાલવામાં સમજદારી છે. જિંદગી પ્રત્યેનો અભિગમ બદલવા પ્રકૃતિની નજીક જવાની જરૂર છે. આપણને જે ખુશી મળે તે ખુશી વહેંચવાની વાત છે.  ટૂંકમાં સમય સંજોગો પ્રમાણે આપણી વિચારધારા બદલવાની તાતી જરૂર છે. હા, અભિગમ હકારાત્મક હોવો જોઈએ. ક્યારેક અપૂર્ણતા મળે તો પણ તેનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ.

જો સમય સંજોગો પ્રમાણે અભિગમ ન બદલી શકો તો પોતાની જાત બદલવાની જરૂર પડે છે. તક મળતી નથી તક ઊભી કરીને જીવનમાં પરિવર્તનને સ્વીકારવું જોઈએ. દરેક સંજોગો પ્રત્યેની આપણી માનસિકતા બદલીએ તો ખુશી આનંદ મળે છે. સમય પ્રમાણે અભિગમ બદલીએ અને જીવનમાં આગળ વધતા રહીએ, પરિવર્તનનો સ્વીકાર કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top