સુરત : પુણા ગામ(Puna gam ) ની શિક્ષણ સમિતિ શાળામાં (In School ) બાળકોની સાથે યૌનશોષણ (Sexual exploitation of children) કરનાર આચાર્ય નિશાંત વ્યાસ ભૂગર્ભમાં ( Run a way ) ઉતરી ગયો હતો. તેને શોધવા માટે પુણા પોલીસે (Pune Police) અલગ અલગ ટીમો બનાવી છે. આ ઉપરાંત પોલીસે યૌનશોષણનો ભોગ બનેલાં બાળકો અને તેમના વાલીઓનાં નિવેદનો લેવાની સાથે તપાસ શરૂ કરી હતી.
લાંબી સંતાકૂકડી બાદ અંતે ગિરફ્તાર થયો
શનિવારે મોડી રાત્રે આરોપી નિશાંત વ્યાસ પોલીસની ગીરફ્તમાં આવી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ પુણા ગામમાં આવેલી સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળામાં બાળકો સાથે સ્કૂલના આચાર્ય દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ ગંભીર ઘટનામાં શિક્ષણાધિકારીને જાણ કરવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
લંપટલીલાના 200 જેટલા વિડીયો આવ્યા હતા
ઉપરાંત આચાર્યની લંપટલીલા અંગે 200 જેટલા વિડીયોને પેન ડ્રાઇવમાં રજૂ કરાયા હોવા છતાં પણ કાર્યવાહી થઇ ન હતી. બાદ આ મામલે શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત થતાં શિક્ષણાધિકારીને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે મોડી રાત્રે શિક્ષણ સમિતિ સ્કૂલના આચાર્ય નિશાંત વ્યાસની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં પુણા પોલીસે આચાર્ય નિશાંતને શોધવા માટેની ટીમો તૈયાર કરી છે અને તેના મોબાઇલ લોકેશનો ઉપરાંત તેના પરિવારના સભ્યોનાં નિવેદનો લઇ તપાસ કરાઇ છે.
ચાર વર્ષ પહેલાં જે બાળકો પણ ભોગ બન્યા હતા
વધુમાં જાણવા મળ્યા મુજબ ચાર વર્ષ પહેલાં જે બાળકો યૌનશોષણનો ભોગ બન્યાં છે તેઓનાં નિવેદનો તેમજ સ્કૂલના સ્ટાફનાં નિવેદનો પણ લેવાયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લંપટ આચાર્ય સામે વારંવાર જાતિય સતામણીની ફરિયાદ ઉઠી હતી તેમ છતાં શાસનાધિકારી દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતાં. એટલું જ નહીં આ મામલો ગાજ્યો ત્યારે તેને સસ્પેન્ડ કરવાને બદલે માત્ર બદલી કરીને સમગ્ર મામલા ઉપર ઠંડુ પાણી રેડી દેવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે, હવે આરોપી પોલીસની ગીરફ્તમાં આવી ગયો છે..