આઝાદીની લડત સમયે આ સૂત્ર ગાંધીજીએ વ્યવહારમાં મુકી દેશવાસીઓને સક્રિય કરી આઝાદી જંગ જીત્યા હતા. પણ પછીના 56 વર્ષોમાં આપણે એ સૂત્ર ઉલટાવી નાખ્યું. બાતે અધિક, કામ કમ. ફળસ્વરૂપે આપણી સમસ્યાઓ સંદર્ભે વૈચારિકતા વધતા, બૌધ્ધિક ચર્ચાઓની ચકડોળો ખૂબ ચાલી પણ તે વિચારોને અમલમાં ન મૂકતા આપણે હાલ સમસ્યાઓના પહાડો તળે કચડાઇ રહ્યા છીએ. આજે આપણે નિરક્ષરતા, બાળમજુરી, પર્યાવરણ જાળવણી, સ્ત્રી શોષણ, વ્યસનમુકિત, ગ્રામોદ્યોગોને પ્રોત્સાહન, જળ સંરક્ષણ, બેરોજગારી વિ.વિ. સમસ્યાઓ ભોગવી રહ્યા છીએ. હવે સમસ્યાઓ સંદર્ભે ચર્ચાવિચારણા કરવાને કોઇ અવકાશ નથી. પણ તેના ઉકેલની દિશા તરફ એક કદમ આગળ વધી તે મટાડવા માટે દૃઢ સંકલ્પ કરી પોતાની જાતને કાર્યાન્વિત કરવાનો સમય પાકી ગયો છે.
ઉદાહરણરૂપે પર્યાવરણ જાળવવા માટે વૃક્ષો કપાતા બંધ કરવાની ચર્ચા કરવા કરતા આજના યુવાનો તથા મૃત્યુ તરફ ગતિ કરી રહેલા વૃધ્ધો જેઓ હિંદુ પરંપરા સાથે જોડાયેાલ નાગરિકોને સંકલ્પબધ્ધ કરી પ્રતિજ્ઞા લેવડાવીએ કે મારા મૃત્યુ પછી મારા મૃતદેહને અગ્નિસંસ્કાર આપી 160થી 200 કિલો લાકડુ ન બાળતક તેને જમીનમાં દાટી ભૂમિ સંસ્કાર કરી તેના પર એક વૃક્ષ વાવવામાં આવે. આ પ્રકારે એક સંકલ્પ કરી તેને વ્યવહારમાં મુકતા આપણા રાજયમાં રોજનું 150 ટન લાકડું બળતુ અટકશે. ગુજરાત રાજયના ઉર્જા વિભાગની આધારૂભત માહિતી અનુસાર ગુજરાતમાં માનવીને બાળવા માટે રોજ 150ટન લાકડુ વપરાઇ રહ્યું છે જે 130 વર્ષ જુનું 18 હેકટરના જંગલ બરોબર છે. હવે વિચારો આપણે આપણા મૃતદેહને અગ્નિ સંસ્કારને બદલે ભૂમિ સંસ્કાર આપવાના દૃઢ સંકલ્પને વ્યવહારમાં મુકતા પર્યાવરણ બચાવવામાં કેટલું મોટું યોગદાન આપવા શકિતમાન છીએ તો કરો કંકુના. પોતાના દેહને અગ્નિસંસ્કાર ને બદલે ભૂમિ સંસ્કાર આપી જીવન સાર્થક કરવાનો અણમોલ લાહવો લુંટો.
વ્યારા – પ્રકાશ સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જૂની હિન્દી ફિલ્મો અને ટી.વી. સિરીયલો
આજના સમયની એટલે કે છેલ્લાં 10 કે 20 વર્ષમાં બનેલ ફિલ્મો કે હિન્દી સિરીયલોની કક્ષા કેવી છે તે દરેક દર્શકો જાણે છે સમજે છે. ખેર ! આપણે વાત કરીએ જૂની હિન્દી ફિલ્મો કે ટીવી સિરીયલોની ખાસ કરીને ટીવી પર એકમાત્ર દૂરદર્શન ચેનલ ચાલતી હતી તે સમયની. તો, આજે પણ જૂની 20 વર્ષ પહેલાની એટલે કે તે 60-70-80-90 ના દાયકાની ફિલ્મો સ્ટોટીક્લ તો હોય જ તે સમાજને કોઈ કોઈ સારો સંદેશ આપી જાય છે. આજે, પણ એક એવો વર્ગ છે કે જે જૂની ફિલ્મોને થિયેટરના પરદા પર માણવા માંગે છે,
ફિલ્મો તો બધા હવે ઘરે બેસીને હોમ થિયેટરમાં જોઈ શકે છે, પણ…. થિયેટરમાં બેસીને ફિલ્મ જોવાની માંગે છે તે અનેરી હોય છે. જો દૂરદર્શન પર જ જૂની સિરીયલોનું ફરી પ્રસારણ ચાલુ થાય તો સરકારી ચેનલ દૂરદર્શનની ટીઆરપી ઊંચી આવી જાય. હાલના સમયમાં રામાનંદ સાગર કૃત રામાયણ સિરીયલ (અરૂણ ગોહિલ અને દિપીકા ચીખલીયા) દ્વારા બાળકો અને નવયુવાન અને યુવાનોમાં ધર્મ પ્રત્યેની જનજાગૃતિ લાવી શકાય તેવી અર્થસભર રીતે સમજી શકે. સુરતના થિયેટરો/મલ્ટીપ્લેક્સના માલિકો જૂની ફિલ્મોનું સોનેરી પરદા પર પ્રસાર કરવાનો પ્રયોગ હાથ ધરે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.