વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે 10 જૂન ૨૦૨૫ના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પૂર્વાર્ધ રૂપે યોજાયું હતું અને તેનું સંચાલન ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશુપાલ દ્વારા કરવામાં આવ્યું હતું.


શિબિરમાં કોમન યોગા પ્રોટોકોલના માધ્યમથી લોકોમાં દવાઓ વગર સ્વસ્થ જીવન જીવવા માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યોગના આસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા ભાગ લેનારાઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો, વયોશ્રેષ્ઠો અને બાળકો ઉમટ્યા હતા અને સૌએ યોગના લાભોનો અનુભવ લીધો હતો.

